વડોદરાના નવા બજારમાં કાપડની દુકાનમાં ભીષણ આગ, વેપારીને મોટું નુકસાન - શોટ સર્કિટના કારણે આગ
🎬 Watch Now: Feature Video
વડોદરાના નવાબજારમાં કાપડની દુકાનમાં આગ ( Fire at textile shop in Nawabazar Vadodara ) લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ખંડેલવાલ નામની ગૃહ સજાવટની દુકાનમાં બીજા અને ત્રીજા માળે ભીષણ આગ લાગી હતી. ધુમાડો જોઇને રાહદારીએ દુકાનદારને જાણ કરી હતી. ફાયરબ્રિગેડની ટીમ ( Vadodara fire brigade ) બોલાવવામાં આવતાં પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. ખંડેલવાલ ગૃહ સજાવટની 210 નંબરની ત્રણ માળની દુકાનમાં ઘર સુશોભન અને રેડીમેટ કપડા મળે છે. બીજા અને ત્રીજા માળે કપડાની દુકાનો આવેલી છે. આ કપડાની દુકાનમાં આગ લાગતા ત્યાં પડેલો માલસામાન બળીને ખાખ થઇ ગયો હતો. દુકાનદારે જણાવ્યું હતું કે મોટા પ્રમાણમાં માલસામાન બળીને ખાખ થઇ ગયો છે. પ્રાથમિક તપાસ મુજબ શોટ સર્કિટના કારણે આગ ( Fire due to shot circuit ) લાગી હોવાનું જાણવા મળ્યું છે. ફાયરબ્રિગેડની ટીમ આગ ઓલવવાની કાર્યવાહી કરી રહી છે. ઉલ્લેખનીય છે દિવાળીના તહેવાર નજીક આવતા હોવાથી નવાબજારમાં ભારે ભીડ જામતી હોય છે. જો કે આગને કારણે કોઇ જાનહાનિના ( Fire incident in Vadodara 2022 )સમાચાર નથી.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST