હર ઘર તિરંગા લહેરાવવાની અપીલ સાથે દમણ પોલીસે યોજી ભવ્ય તિરંગા રેલી - Har ghar tiranga lyrics
🎬 Watch Now: Feature Video
દમણ દેશની આઝાદીના 75 વર્ષનાAzadi ka Amrit Mohotsav ઉપલક્ષ્યમાં આઝાદી કા અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા Har Ghar Tiranga અભિયાનમાં લોકો જોડાય અને 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી દરેક પોતાના ઘરે તિરંગો લહેરાવે તેવી અપીલ સાથે દમણ પોલીસે ભવ્ય તિરંગા રેલી યોજીDaman police held Tiranga rally હતી. દમણ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દિવના પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શન અને દિશા નિર્દેશ હેઠળ આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત દમણ જિલ્લા પોલીસ Daman Police વિભાગ દ્વારા બાઈક અને સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીને પ્રશાસકના સલાહકાર વિકાસ આનંદ અને ડીઆઈજી ડુમ્બેરે મિલિંદ મહાદેવેે દમણ જિલ્લા કલેક્ટર ડો. તપસ્યા રાધવની સાથે લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું. આ બાઈક અને સાયકલ રેલીમાં પોલીસ વિભાગ, ફાયર વિભાગ, IRBNના જવાનો અને શાળાના વિદ્યાર્થીઓએ જોશભેર રાષ્ટ્રભક્તિના નારા લગાવી લોકોને પ્રત્યેક ઘરે તિરંગો લહેરાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST