ગાંધીનગર: રાજ્યમાં ટર્મ પૂરી થયા બાદ ખાલી પડેલી મહાનગર પાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીની તારીખ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી છે. ચૂંટણી કમિશનર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સમાં 66 નગરપાલિકાઓની ચૂંટણી માટે મતદાનની તારીખ 16 ફેબ્રુઆરી જાહેર કરવામાં આવી છે. જ્યારે 18મી ફેબ્રુઆરીએ આ માટે મતગણતરી હાથ ધરવામાં આવશે. જ્યારે ઉમેદવારો 1લી ફેબ્રુઆરી સુધી પોતાની ઉમેદવારી નોંધાવી શકશે.
ચૂંટણીની મહત્વની તારીખો
- 27 જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે
- 1લી ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી પત્ર ભરી શકાશે
- 3 ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રકની ચકાસણી થશે
- 4 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી પત્રક પાછું ખેંચી શકાશે
- 16 ફેબ્રુઆરીના દિવસે મતદાન થશે
- 18 ફેબ્રુઆરીના દિવસે મતગણતરી હાથ ધરાશે
કેટલી મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, તાલુકા પંચાયતની ચૂંટણી
જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકાઓ, કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા બોટાદ અને વાંકાનેર નગરપાલિકાઓની મધ્યસત્ર ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.
આ સાથે સામેલ પત્રક મુજબની જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકાઓ, કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા બોટાદ અને વાંકાનેર નગરપાલિકાઓની મધ્યસત્ર ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પ્રસંગોપાત ખાલી પડેલ મહાનગરપાલિકાઓની 3 બેઠકો, નગરપાલિકાઓની 21 બેઠકો, જિલ્લા પંચાયતોની 9 બેઠકો તથા તાલુકા પંચાયતોની 91 બેઠકોની પેટા ચૂંટણી યોજવા રાજય ચૂંટણી આયોગે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરેલ છે.





આ પણ વાંચો: