વડોદરા: શહેરની સૌથી પ્રખ્યાત MS યુનિવર્સિટી હર હંમેશ વિવાદમાં જ રહે છે. ત્યારે MS યુનિવર્સિટીમાં પદવીદાન સમયે પદવી નહીં લેનારા વિદ્યાર્થીઓને આજ દિન સુધી તેમની પદવી મળી નથી. પદવીદાન સમારોહ પૂર્ણ થયે દિવસો વીતી ગયા. પરંતુ 1500થી વધુ વિદ્યાર્થીઓ આજે પણ ડિગ્રી સર્ટિફિકેટથી વંચિત છે. ક્યાંકને ક્યાંક આ યુનિવર્સિટીનું વહીવટી તંત્ર ખોરંભે ગયું હોય, તેવું દેખાઈ આવે છે. હાલ તાજેતરમાં વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થયા બાદ જે ડિગ્રી સર્ટી લેવાના હોય છે.
ડિગ્રી સર્ટીફિકેટ પ્રાપ્ત કરવા માટેનું પ્લેટફોર્મ: ડિગ્રી સર્ટિફિકેટ મેળવવા માટે જે ફોર્મ ભરાવવામાં આવતું હોય છે. તેમાં કુરિયરનું ઓપ્શન આપવામાં આવતું હોય છે. જે કુરિયર થકી વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ પહોંચાડવામાં આવતા હોય છે. પરંતુ આ ઓપ્શન પસંદ કરનારા લોકો સુધી હજુ સુધી સર્ટિફિકેટ પહોંચ્યા જ નથી. જેને કારણે વિદ્યાર્થીઓ આગળ એડમિશન લેવામાં કે વિદેશ જવામાં વિદ્યાર્થીઓની સ્થિતિ ખૂબ જ કફોડી બની છે.
વારંવાર વિવાદમાં રહેતી MS યુનિવર્સિટી: વડોદરાની વિશ્વ પ્રખ્યાત MS યુનિવર્સિટી ફરીવાર વિવાદમાં આવી છે. જેને લઈને વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. એટલું જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓના અભ્યાસથી લઈને યુનિવર્સિટીના અર્થતંત્રમાં હર હંમેશ વિવાદ જ વિવાદ જોવા મળતો આવે છે. તે ડિગ્રી સર્ટીના આધારે જ તેઓનું આગળનો અભ્યાસ શરૂ થતો હોય છે. પરંતુ આ યુનિવર્સિટીના અંધેર વહીવટીને કારણે વિદ્યાર્થીઓને તેની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
આ પણ વાંચો: