અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 25 અને 26 જાન્યુઆરીના રોજ ઇન્ટરનેશનલ મ્યુઝિક કોન્સર્ટ કોલ્ડપ્લે યોજવા જઈ રહ્યો છે. ત્યારે દેશભરમાંથી લોકો દ્વારા આ મ્યુઝિક કોન્સર્ટની ટિકિટ બુક કરવામાં આવી છે, પરંતુ તેમની સામે એક જ સમસ્યા છે કે તેઓ પોતાનું વાહન ક્યાં પાર્ક કરે, જોકે, આ સમસ્યાનું સમાધાન પણ મળી ગયું છે.
કોલ્ડપ્લેમાં પાર્કિંગ સમસ્યાનું આ રહ્યું સમાધાન
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 25 અને 26 જાન્યુઆરીના યોજાનાર ઇન્ટરનેશનલ મ્યુઝિક કોન્સર્ટ કોલ્ડ પ્લેમાં જો આપમાંથી કોઈ જઈ પોતાના વાહન દ્વારા જઈ રહ્યા હોવ તો તમે પોતાનું વાહન કઈ જગ્યાએ પાર્ક કરશો ? પાર્કિંગની વ્યવસ્થા શું છે ? આ અંગે પહેલા કોઈ પણ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું ન હતું પરંતુ હવે સ્ટેડિયમ આસપાસ ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો માટે કુલ 13 પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે.

13 પ્લોટમાં કુલ 16,300 વાહનો પાર્ક કરવાની સુવિધા
કોન્સર્ટમાં ભાગ લેવા આવનારા લોકો ઓનલાઈન એપ્લિકેશનના માધ્યમથી પોતાનું વાહન પાર્ક કરવા માટે બુકિંગ કરાવી શકશે, જેના માટે ટોટલ 13 પ્લોટમાં કુલ 16,300 વાહનો પાર્ક કરવાની સુવિધા ઊભી કરવામાં આવી છે.
પાર્કિંગ માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે ?
કોલ્ડપ્લે કોન્સર્ટમાં ટુ વ્હીલર વાહન પાર્કિંગ માટે રૂ. 150 ચૂકવવાના રહેશે. જ્યારે ફોર વ્હીલર હોય તો 500 રૂપિયા ચૂકવવા પડશે.
પાર્કિંગથી સ્ટેડિયમ સુધી મફતમાં ફેરી લઈ જશે
નિયત કરવામાં આવેલ પાર્કિંગ પ્લોટ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની 300 મીટરથી 2.5 કિલોમીટરના જ અંતરે છે, આમાંથી અમુક પાર્કિંગ પ્લૉટથી ફ્રી ફેરી સર્વિસ પણ રાખવામાં આવી છે.