વડોદરા ઉચ્ચ અભ્યાસ માટે વિઝા આપવાનું કહી ઠગાઈ કરનારની ધરપકડ - Vadodara Gorwa Rhino Circle

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 26, 2022, 1:55 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

વડોદરા ગોરવા ગેંડા સર્કલ પાસે આવેલા એટલાન્ટિસ બિલ્ડિંગમાં સિક્યોર ફ્યૂચર કન્સલ્ટન્ટના નામે ફૂલેકું ફેરવી 10 થી વધુ વિદ્યાર્થીઓના રૂપિયા પોણો (Visa for higher education)કરોડ જેટલી રકમ પડાવી લેવાના કિસ્સામાં ગોરવા પોલીસે સંચાલક સાગર પટેલની અટકાયત કરી છે જ્યારે તેની પત્ની ઝીલની શોધખોળ જારી છે. હાલોલના સાગર પટેલે ઉઠમણું કરતાં ગોરવા પોલીસ સ્ટેશનના (Gorwa Police Station)પીએસઆઇ ડી આર રાખોલિયા તપાસ માટે સાગરની ઓફિસે પહોંચ્યા હતા.પરંતુ તેની ઓફિસ બંધ થઇ ગઇ હતી.ત્યારબાદ પંદર દિવસથી ઓફિસના તાળાં ખલ્યા જ નથી. પોલીસે સાગરને ઝડપી પાડયા બાદ તેનો મોબાઇલ કબજે લઇ ભોગ બનેલાઓની વિગતો એકત્રિત કરી હતી સાગર પટેલે વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લેવા માટે ચેકથી જ પેમેન્ટ માટે આગ્રહ રાખ્યો હતો. તેણે રકમ પરત કરવા માટે પણ ચેક જ આપ્યા હતા. ચેક બાઉન્સ થાય તો આ ચેક થોડા સમય બાદ ફરીથી બેન્કમાં ડિપોઝિટ કરવા માટે કહી વિદ્યાર્થી પોલીસ ફરિયાદ ના કરે તેવા બહાના ઉભા કરતો હતો.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.