આને કહેવાય અણીનો ચૂક્યો સો વર્ષ જીવે, ગોથું ખાઈ ગઈ છતાં બચી ગયો મહિલાનો જીવ જુવો વીડિયો - કેરળ અકસ્માત

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 28, 2022, 10:23 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

મલપ્પુરમ: મલપ્પુરમના અરીકોડ (Areekode in Malappuram) ખાતે એક કાર કાબૂ ગુમાવી દેતાં રસ્તાની બાજુએ પાર્ક કરાયેલા અન્ય વાહનોને અડફેટે લીધા હતા. ધડાકા સાથે કાર અથડાઈ જતાં એક રાહદારીનો ત્યાંથી બચવા માટે ભાગી છૂટ્યો હતો. આ અંગેના સીસીટીવીમાં જોવા મળ્યું કે, કાર એક બાજુના રોડથી મુખ્ય માર્ગ પર પ્રવેશી રહી છે. એ જ સમયે પુરપાટ વેગે આવતી બસ ત્યાંથી પસાર થઈ રહી છે. આ સ્થિતિ જોઈને કારની ચાલકને એવો ખ્યાલ આવે છે કે, કાર અથડાઈ જવાની છે. એટલે બસ સાથે અથડાવાથી બચવા માટે તેમણે કારનું સ્ટેરિંગ ડાબી (Sharp Turn in Left) બાજુ વાળી દીધું હતું. પછી કાર પરનો કાબુ ગુમાવતા કાર પાર્ક કરેલા વાહનો તથા સાઈડમાં જતા રાહદારીઓ માથે ચડાવી દીધી હતી. બસની રાહ જોતી મહિલાની ટક્કર કાર સાથે થતા એ ગોથું ખાઈ ગઈ હતી. પણ સદનસીબે એને કોઈ ઈજા થઈ નથી. જ્યારે કારે પાર્ક કરેલી બે કાર અને એક ટુ વ્હીલરને અડફેટે લીધા હતા. બે પાર્ક કરેલી કાર સાથે આ કાર એવી રીતે અથડાઈ કે, કાર એના સ્થાનેથી આગળ ખસી ગઈ હતી. સમયસર બસ ડ્રાઈવરે બ્રેક ન મારી હોત તો મોટી દુર્ઘટના બનત.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.