ભરૂચના શ્રવણ ચોકડી પર સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો - સેક્સ રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 25, 2022, 7:55 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

ભરૂચ પોલીસે શ્રવણ ચોકડી પર સિલ્વર સ્કવેર શોપિંગ સેન્ટરમાં (Silver Square Shopping Center)સાઈન સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો ર્દાફાશ(Shravan Chokdi of Bharuch )કર્યો છે. શહેરના લિંક રોડ ઉપર સિલ્વર સ્કવેર શોપિંગમાં સાઈન સ્પાના ઓથા હેઠળ કૂટણખાનું ચાલતું હોવાની માહિતી ભરૂચ એ ડિવિઝન પોલીસને મળી હતી. રવિવારે ડમી ગ્રાહક બની રેડ કરી હતી. સ્પાનો સંચાલક(Shravan Chokdi) મૂળ સુરત અને હાલ ચાવજની સ્તવન સોસાયટીમાં રહેતો પંકજ નગીન પરમાર, ભાગીદાર કરજણનો વિરેન્દ્ર સિંહ સરદારસિંહ માત્રોજા મળી આવ્યા હતા. જ્યારે સ્પાના રૂમોમાંથી કઢંગી હાલતમાં ડમી ગ્રાહક સાથે થાઇલેન્ડની 3 અને મુંબઈની એક યુવતી અને બે ગ્રાહકો મળી આવ્યા હતા. પોલીસે 11 મહિનાથી સ્પાના નામે દેહ વેપાર ચલાવતા બન્ને ભાગીદારો, કઢંગી હાલતમાં ઝડપાયેલા 2 ગ્રાહકો અંકલેશ્વર રોશન સોસાયટીના સોયેબ યુસુફ મોહંમદ પઠાણ અને ભરૂચના મહમદી પાર્કના ઈરફાન જમાલ પિંજારાની ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ હેઠળ ધરપકડ કરી હતી. સાથે જ કાઉન્ટર, અંગ ઝડતીમાં રોકડા અને 4 મોબાઈલ મળી કુલ રૂપિયા 40,000નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.