મહેસાણામાં મનીષ સિસોદીયાની રેલી યોજાઈ, શું કહ્યું જૂઓ - દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 22, 2022, 5:29 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

મહેસાણામાં આદમી પાર્ટી દ્વારા રેલી (Aam Adami Party Rally in Mehsana ) યોજવામાં આવી હતી. જેમાં દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા ( Delhi Deputy CM Manish Sisodia ) જોડાયાં હતાં. મહત્વનું છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022 ) ને લઇ રાજકીય પાર્ટીઓ પોતાના ચૂંટણીપ્રચાર અને પાર્ટીની ચૂંટણીલક્ષી કામગીરી માટે દોડધામ કરી રહ્યા છે. દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હી સરકારના મોડલ સાથે ગુજરાતમાં ફેલાઈ રહી છે. પાર્ટીના અધ્યક્ષ અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind Kejrival ) બાદ આમ આદમી પાર્ટીમાંથી નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા આજે મહેસાણાની મુલાકાતે આવી પોતાના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. તેમણે પરા રામજી મંદિરમાં દર્શન કરી રોડ શોની જેમ રેલી યોજી આમ આદમી પાર્ટીનો પ્રચાર કર્યો હતો. તેમણે કહ્યું કે ગુજરાત પરિવર્તન માગી રહ્યું છે. આ પરિવર્તન માત્ર રાજકીય નેતાઓ કે પાર્ટીનું નહીં પરંતુ શૈક્ષણિક રોજગાર ઉદ્યોગો સહિતના મુદ્દે પરિવર્તન છે. આ માટે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી ચોક્કસ કામ કરશે તેનું ચૂંટણીલક્ષી વચન આપવામાં આવ્યું છે.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.