દારુડીયાના અરમાન પર બુલ્ડોઝર ફેરવતી કંડલા મરીન પોલીસ - વિદેશી દારૂ પર બુલ્ડોઝર ફેરવીને કરાયો નાશ
🎬 Watch Now: Feature Video
ડ્રાય સ્ટેટ ગણાતા ગુજરાતમાં દારૂના વેંચાણ અને સેવન પર પ્રતિબંધ હોવા છતાં અવારનવાર મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાતો હોય છે, ત્યારે કંડલા મરીન પોલીસ દ્વારા (Kandla Marine Police destroy liquor) જુદાં જુદા ગુના કામમાં પકડાયેલ પ્રોહીબિશન મુદામાલ કિંમત રૂપીયા 23,38,275નો દારૂ અને બિયરના જથ્થાનો શિણાય ખાતેની સીમમાં નાશ કરવામાં આવ્યો હતો. ઇંગ્લીશ દારૂ બોટલ નંગ-5352 તથા બીયર ટીન નંગ-1178 મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો. અંજાર એસ.ડી.એમ.મેહુલ દેસાઈ તથા નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી, કંડલા મરીન પોલીસ ઇન્સપેક્ટર એચ.કે.હુંબલ તથા નશાબંધી અને આબકારી અંજારના આઇ.એચ.ડોડીયાની રૂબરૂમાં દારૂની બોટલો પર બુલ્ડોઝર ફેરવીને દારૂના જથ્થાનો નાશ (liquor was destroyed by bulldozer) કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં કંડલા મરીન પોલીસ સ્ટાફ પણ જોડાયેલ હતો.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST