યાત્રાધામ અંબાજીમાં હવે એકસાથે 12 જ્યોતિલિંગના થશે દર્શન, રાજ્યપ્રધાનની જાહેરાત - Visiting Mukesh Patel Ambaji
🎬 Watch Now: Feature Video
ગુજરાતના નવનિયુક્ત વન પ્રધાન(Forest Minister of Gujarat) મોડી સાંજે યાત્રાધામ અંબાજીની મુલાકાતે પહોંચ્યા હતા. મુકેશ પટેલ ઓલપાડના(mukesh patel mla from olpad) ધારાસભ્ય છે. અગાઉ પણ ઉર્જા પ્રધાન તરીકે રાજ્ય સરકારમાં પોતાની સેવાઓ આપી હતી. 2022 વિધાનસભાની ચૂંટણીમાં ફરી ઓલપાડ બેઠક ઉપરથી જંગી બહુમતીથી ભાજપમાં વિજય(BJP wins by majority) મેળવી આ વખતે ફરી તેઓ ઉર્જા પ્રધાન નહીં પણ વન પ્રધાન તરીકેનો પદભાર સાંભળ્યો છે. ત્યારે માં અંબે ઉપર અતૂટ શ્રદ્ધા રાખનાર મુકેશ પટેલ અંબાજી(Visiting Mukesh Patel Ambaji)ખાતે પહોંચી નિજ મંદિરમાં આરતીમાં ઉપસ્થિત રહી માતાજીની આરતી ભરી હતી. ફરી ગુજરાતની પ્રજાની સુખાકારી માટે માતાજીને પ્રાર્થના સાથે નતમસ્તક થઇ લોકોની વધુમાં વધુ સેવા કરી શકે તેવા આશીર્વાદ મેળવ્યા હતા. ત્યાર બાદ મહાદેવજીના દર્શન કરી માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવી માતાજીની રક્ષાપોટલી બંધાવી હતી. સાથે જણાવ્યું હતું કે તેઓ પોતે માં અંબા ઉપર અતૂટ શ્રદ્ધા રાખે છે ને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અંબાજીના વિકાસને લઈ ગબ્બર ગઢમાં 51 શક્તિપીઠ મંદિરનું નિર્માણ કાર્ય કર્યું છે. તેજ રીતે આગામી સમયમાં અંબાજી કોટેશ્વર ખાતે 12 જ્યોતિલિંગની સ્થાપના થશે તેમ જણાવ્યું હતું. અંબાજી મંદિર ચાચરચોકનું વિસ્તૃતિકરણની કામગીરી પણ વહેલી તકે શરુ થશે તેમ જણાવ્યું હતું
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST