Murder Crime in Vadodara : વડોદરા પાણીપુરીની લૂંટની ફરિયાદ બાદ યુવકની હત્યા - વડોદરામાં હત્યાનો કેસ
🎬 Watch Now: Feature Video
વડોદરા શહેરના ખોડીયાર નગર સફેદ વુડાના આવાસમાં માથાભારે શખ્સોએ પાણીપુરી વેચી ગુજરાન ચલાવતા યુવાનની તિક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ (Murder Crime in Vadodara )ઉતારી દેતા સનસનાટી મચી ગઇ હતી. મોતને ઘાટ ઉતારાયેલા યુવાને માથાભારે શખ્સો સામે પાણીપુરીની લૂંટની ફરિયાદ (Murder over panipuri )નોંધાવી હતી. જેની અદાવત રાખી માથાભારે શખ્સોએ દારૂના નશામાં યુવાનની હત્યા કરી હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે. આ યુવાનની હત્યા બાપોદ પોલીસમથકમાં થઇ હોવાનું અને મૃતદેહ હરણી પોલીસ (Vadodara police )મથકની હદમાંથી મળતા મોડી સવાર સુધી આ બંને પોલીસ મથકમાં ગુનો દાખલ થયો ન હતો. હરણી પોલીસે આ બનાવ અંગે કાર્યવાહી હાથ ધરી છે. હુમલાખોરોએ દેશી દારૂનો નશો કર્યા બાદ પાણી પુરીની લારી ચલાવતા સુધીર રાજપૂતની હત્યા કરી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST