Maha shivaratri 2022: અંબાજીના શિવ મંદિરોમાં ભક્તોનો જમાવડો જોવા મળ્યો - બનાસકાંઠા અંબાજી શિવરાત્રી
🎬 Watch Now: Feature Video
કોરોના મહામારીને લઈ વર્ષભરના તહેવારો ફિક્કાજ રહ્યા હતા. આજે મહા શિવરાત્રીને લઈ શિવાલયો માટે મળેલી છુટછાટના શિવમંદિરોમાં( Maha shivaratri 2022 )ભક્તોનો જમાવડો જોવા મળ્યો હતો. ભક્તો શિવભક્તિમાં રંગાયેલા જોવા મળ્યા હતા. યાત્રાધામ અંબાજીમાં પણ મોટાભાગના તમામ શિવાલયો ખુલ્લા જોવા મળ્યા હતા. શિવભક્તો પણ શિવજીના દર્શન કર્યા હતા વર્ષ પરંમપરા રીતે શિવાલ ના પ્રાંગણમાં બ્રાહ્નણો દ્વારા હોમ હવન પણ કરાતા વાતાવરણ શિવમય બન્યુ હતું. અંબાજીમાં કૈલાસ ટેકરી મહાદેવ(Kailash Tekri Mahadev in Ambaji) મંદિર ખાતે ભગવાન શિવજીને વિવિધ વ્યંજનોનો 56 ભોગ અન્નકૂટ ધરાવાયો હતો. અંબાજી ધાર્મિક ઉત્સવ દ્વારા દર વર્ષ ની જેમ આ વખતે પણ ભગવાન ભોલેનાથની પાલખી યાત્રા નીકાળી હતી. જેમાં બમભોલેના નાદ સાથે લોકો જોડાયા હતા. આ પાલખી યાત્રા પરશુરામ શિવ મંદિરથી નીકળી વિવિધ શિવાલયોના પરિબ્રહ્મણ સાથે કૈલાસ ટેકરી શિવ મંદિરે યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી.તમામ શિવાલય માં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ફરાળી શીરાનો પ્રસાદ બનાવીને મોકલ્યો હતો જે ભક્તોને વિતરણ કરાયો હતો.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST