Incident of robbery in Banaskantha: અમદાવાદ છાપી હાઇવે પર ખાનગી હોટલ પર લૂંટ, બસ માંથી અજાણ્યા શખ્સો બેગ લઈ ફરાર - અમદાવાદ આંગડિયા પેઢીમાં લૂંટ
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠા : અમદાવાદ-છાપી હાઇવે (Ahmedabad chhapi Highway)ઉપર ખાનગી હોટલ પર એસટી બસમાંથી અજાણ્યા ઇસમો બેગ લઈ ફરાર થયા હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદના આંગડિયા પેઢીના પ્રકાશ વૈષ્ણવ બસમાં મુસાફરી કરી રહ્યા હતા. તે દરમિયાન ખાનગી હોટલ પર બસ ઉભી રહેતા આંગડિયા પેઢીના પ્રકાશ સોનુ ભરેલ 2 કરોડોનું બેગ મૂકી(Incident of robbery in Banaskantha)નીચે ગયા હતા. જે દરમિયાન બસમાં સવાર અજાણ્યા શખ્સ દ્વારા નજર ચૂકવી થેલો લઈ ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ જિલ્લા પોલીસ (Banaskantha District Police)વડા શહીત LCB તથા છાપી પોલીસ થતા તેઓ પણ સમગ્ર ઘટના અંગે તપાસમાં લાગી હતી જોકે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
Last Updated : Feb 3, 2023, 8:11 PM IST