C R Patil Visit Grishma Family : પાટીલે શોકસંતપ્ત પરિવારને સાંત્વના આપી કહી મોટી વાત - પાસોદરા હત્યા કેસ 2022
🎬 Watch Now: Feature Video
ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ પણ પોતાની સંવેદના દર્શાવવા ગ્રીષ્માના પરિવારને સાંત્વના આપવા તેમના ઘેર જઇને ગુરુવારે (C R Patil Visit Grishma Family ) મુલાકાત લીધી હતી. સુરતના પાસોદરામાં સરાજાહેર ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીની હત્યાએ (Grishma Vekariya Murder Case 2022) રાજ્યને હચમચાવી દીધું હતું અને તેના પરિવાર તરફ સહાનુભૂતિનો ધોધ વહ્યો છે. પાટીલે બાદમાં જણાવ્યું કે મને લાગે છે આજે પણ શહેર આખું આ ઘટનાના આઘાતમાંથી બહાર આવી શક્યું નથી. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં પ્રત્યાઘાતો પડ્યા છે. દરેક મનમાં એક જ વાત છે કે આરોપીને કડકમાં કડક સજા થાય. તે માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર (Pasodara Murder Case 2022) કટિબદ્ધ છે.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST