ETV Bharat / state

વાપીનું તબીબ દંપતી વાનુઆટુ આઇલેન્ડ પર ફસાયું, ભારત પરત લાવવા અપીલ - Corona in Gujarat

કોરોના મહામારી અને લોકડાઉનને કારણે દેશમાં હજારો લોકો અનેક રાજ્યમાં ફસાયા છે. બ્રિટન, અમેરિકા, ન્યૂઝીલેન્ડ જેવા દેશના લોકો પણ ભારતમાં ફસાયા છે. જેઓને લેવા માટે જે તે દેશ ખાસ મર્સી પ્લેન મોકલી રહ્યાં છે. એવું જ એક વાપીનું તબીબ દંપતી ઓસ્ટ્રેલિયા અને ફિઝી નજીક આવેલ વાનુઆટું નામના ટાપુ પર દોઢ મહિનાથી ફસાયેલ છે. આ દંપતીએ પોતાને ભારત લાવવા માટે સરકારમાં અપીલ કરી છે. જો કે હજુ સુધી આ અંગે ભારત સરકાર કે, ગુજરાત સરકાર તરફથી કોઈ પહેલ કરવામાં આવી નથી.

વાપીનું તબીબ દંપતી વાનુઆટુ આઇલેન્ડ પર ફસાયું
વાપીનું તબીબ દંપતી વાનુઆટુ આઇલેન્ડ પર ફસાયું
author img

By

Published : Apr 28, 2020, 6:55 PM IST

વાપીઃ જિલ્લાના બલિઠામાં આવેલ વાયબ્રન્ટ હોસ્પિટલમાં ફિઝીશયન તરીકે સેવા કરતી પૂજા ટંડેલ સાથે હોસ્પિટલમાં ઇન્ટેનસીવ કેર યુનિટમાં ફરજ બજાવતા તબીબ કૃણાલ રામટેકે ગત 10મી નવેમ્બરે લગ્ન કર્યા હતાં. જે બાદ તેઓ ગત 16મી માર્ચે ઓસ્ટ્રેલિયા નજીક આવેલ વાનુઆટું દેશમાં ફરવા ગયા હતાં. જ્યાંથી 23મી માર્ચે તેમની રિટર્ન ફ્લાઇટ હતી. પરંતુ તે સમયમાં કોરોના મહામારીને કારણે દેશમાં લોકડાઉન અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ સર્વિસ બંધ કરી દેતા આ દંપતી ત્યાં જ ફસાઈ ગયું છે.

તબીબ દંપતી
તબીબ દંપતી
દંપતીએ વાનુઆટુંથી ભારત આવી શકે તે માટે ભારતીય એમ્બેસીમાં રજુઆત કરી છે. PMOમાં લેટર લખ્યા છે. ગુજરાત સરકાર પાસે તેમના પરિવારજનો દ્વારા રજુઆત કરાઈ છે. સ્થાનિક ધારાસભ્ય કનુ દેસાઈ પાસે પણ રજુઆત કરી છે. પરંતુ તેમ છતાં કોઈ જ પ્રક્રિયા હાથ ના ધરાતા અને સાથે રહેલ પૈસા ખૂટી પડતા આ દંપતી હાલ એક ભાડે મકાન રાખી જાતે રસોઈ બનાવી દિવસો પસાર કરી રહ્યું છે.
વાપીનું તબીબ દંપતી વાનુઆટુ આઇલેન્ડ પર ફસાયું, ભારત પરત લાવવા અપીલ
આ દંપતીએ પોતાને પરત ભારત લાવવા વીડિયો બનાવી સોશિયલ મીડિયાના માધ્યમથી અપીલ કરી છે. આ અંગે વાઇબ્રન્ટ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના મુખ્ય તબીબ ડૉ સમીરે વિગતો આપી હતી કે, આ આઇરલેન્ડ પર કોઈ ભારતીય એમ્બેસી નથી. નજીકમાં ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ છે. જ્યાં ભારતીય એમ્બેસીને જાણ કરી છે. સ્થાનિક લેવલે પણ પ્રયાસો ચાલી રહ્યા છે. જો સરકાર સંકલન સાધે તો ન્યુઝીલેન્ડ કે, સિંગપુરથી અથવા ઓસ્ટ્રેલિયાથી ફ્લાઇટ મારફતે લાવી શકાય પરંતુ હાલ તમામ ફ્લાઇટ સેવા બંધ છે. પ્રયાસો ચાલુ છે.
વાયબ્રન્ટ હોસ્પિટલ
વાયબ્રન્ટ હોસ્પિટલ
ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લાના પારડીમાં લોકડાઉન દરમિયાન ન્યૂઝીલેન્ડથી આવેલ માતા-પુત્રીને ન્યુઝીલેન્ડ સરકારે ખાસ મર્સી પ્લેન મારફતે લઈ જવાની તૈયારી બતાવી ન્યુઝીલેન્ડ લઈ જવાયા છે. ત્યારે આશા રાખીએ કે, વાપીના આ નવપરણિત તબીબ દંપતી માટે પણ ભારત સરકાર કે, ગુજરાત સરકાર આવી કોઈ પહેલ કરે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.