મળતી માહિતી મુજબ, ડભોઈની દર્શન હોટેલ ખાતે ખાળકુવાની સફાઈ કરવા ઉતરેલા 7 મજુરોના ઝેરી ગેસને કારણે ગુગંળાઈ જવાને કારણે મોત નિપજયા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. ડભોઈ પાસે આવેલ દર્શન હોટેલ ખાતે ગત્ત મોડી રાત્રીના સમયે હોટેલનો ખાળકુવો સાફ કરવા મજૂરો ઉતર્યા હતા. જોકે ખાળકુવામાં ઉતરવાની સાથે જ તમામ મજૂરોને ઝેરી ગેસની અસર થતા ગુગંળાવાને કારણે ખાળ કુવામાં ડુબી જતા મોત નિપજ્યા હતા.
બુધવારે મોડી રાત્રે ઘટેલી આ ઘટનાને પગલાની જાણ થતાની સાથે જ વડોદરા ફાયર બ્રિગેડ ઓફીસરનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. ઘટનાની ગભીરતા જોતા ડભોભ ફાયર બ્રિગેડના જવાનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ખાળકુવામાં ફસાયેલા મજુરોને બહાર કાઢવામાં સાત કલાકની જેહમત બાદ મજુરોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.
આ ઘટના બાદ હોટેલ માલિકે મજુરોને બચાવવાનો પ્રયાસ કરવાને બદલે ફરાર થઈ ગયો હતો. આ ગંભિર ઘટનાને પગલે આસપાસના સ્થાનિકોને આ ઘટનાની જાણ થતાની સાથે જ હોટેલ ખાતે દોડી આવ્યા અને હોટલ માલીક સામે રોષ ઠાલવ્યો હતો. હાલ આ તમામ મજુરોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે આ ગોઝારી ઘટનાની જાણ થતાની સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.