ETV Bharat / state

તાપી નદીની સફાઈ માટે શ્રમદાન કરી સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓ બન્યા પ્રેરણારૂપ

સુરત : સુરતના વેડ રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળ વિદ્યાલયના ધો.11 અને 12 કોમર્સના 50 જેટલા વિદ્યાર્થીઓ સામાજિક જવાબદારીના ભાગરૂપે ઉત્સાહભેર તાપી નદીની સફાઈ કરવાના કાર્યમાં શ્રમદાન કરીને શહેરીજનો માટે પ્રેરણારૂપ બન્યા હતા. તાપી નદીના કિનારે વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે જાતે પાવડા અને તગારા-ટોપલા વડે જળકુંભી દૂર કરી હતી.

તાપી નદીની સફાઈ માટે શ્રમદાન કરી સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓ પ્રેરણારૂપ બન્યા
author img

By

Published : Jul 13, 2019, 2:11 PM IST

તાપી નદીના કિનારે તાપીની સફાઈ કરવાની પ્રેરણા આપનાર ગુરૂકુળના મહંત પ્રભુ સ્વામીએ પ્રતિભાવ આપતા જણાવ્યુ કે, ‘રાજ્ય સરકારે તાપી શુદ્ધિકરણની મહત્વાકાંક્ષી યોજના શરૂ કરી સરાહનીય પહેલ કરી છે. સ્વામિનારાયણ ગુરૂકુળમાં યોજાતા કાર્યક્રમોમાં હંમેશા સ્વચ્છતા અભિયાન,‘પાણી બચાવો’, ‘બેટી બચાવો, બેટી પઢાવો’, વ્યસનમુક્તિ જેવા અભિયાન દ્વારા વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવે છે.

Surat
તાપી નદીની સફાઈ માટે શ્રમદાન કરી સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓ પ્રેરણારૂપ બન્યા

તાપીને આપણે માતાનું સ્થાન આપતા હોઈએ તો આપણી ફરજ છે કે તાપી મૈયાને પ્રદૂષિત થતી અટકાવીએ. વિદ્યાર્થીઓ પણ તાપી સફાઈ માટે શ્રમદાન કરવા તત્પર અને ઉત્સાહિત છે.નદીઓને આપણે માતા માનીએ છીએ. પણ શું આપ જાણો છો કે વિશ્વમાં ભારતની જ એક એવી નદી છે એ નદી છે પૂણ્ય સલિલા ‘તાપી નદી’ ઐતિહાસિક તાપી નદીના શુદ્ધિકરણ માટે સતત પ્રયત્નશીલ રાજ્ય સરકારે તાપી નદીતટે આવેલા સુરત સહિત સમગ્ર વિસ્તારના સુગ્રથિત આયોજન કરવાના હેતુસર અંદાજિત રૂા.922.18 કરોડનો તાપી શુદ્ધિકરણ માસ્ટર પ્લાન તૈયાર કરાવ્યો છે, જેના ભાગરૂપે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ‘નેશનલ રિવર કન્ઝર્વેશન પ્રોગ્રામ’ અન્વયે સુરતની તાપી શુદ્ધિકરણ માટે આ રકમ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. સુરતવાસીઓ પણ રાજ્ય સરકારની યોજનામાં ખભેખભો મેળવી તાપીની શુદ્ધિ યોગદાન આપી રહ્યા છે.

Intro:સુરત : સુરતના વેડ રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળ વિદ્યાલયના ધો.11 અને 12 કોમર્સના 50 જેટલા વિદ્યાર્થીઓ સામાજિક જવાબદારીના ભાગરૂપે ઉત્સાહભેર તાપી નદીની સફાઈ કરવાના કાર્યમાં શ્રમદાન કરીને શહેરીજનો માટે પ્રેરણારૂપ બન્યા હતા. તાપી નદીના કિનારે વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે જાતે પાવડા અને તગારા-ટોપલા વડે જળકુંભી દૂર કરી હતી.

Body:તાપી નદીના કિનારે તાપીની સફાઈ કરવાની પ્રેરણા આપનાર ગુરૂકુળના મહંત પ્રભુ સ્વામીએ પ્રતિભાવ આપતાં જણાવ્યું કે, ‘રાજ્ય સરકારે તાપી શુદ્ધિકરણની મહત્વાકાંક્ષી યોજના શરૂ કરી સરાહનીય પહેલ કરી છે. સ્વામિનારાયણ ગુરૂકુળમાં યોજાતા કાર્યક્રમોમાં હંમેશા સ્વચ્છતા અભિયાન,‘પાણી બચાવો’, ‘બેટી બચાવો, બેટી પઢાવો’, વ્યસનમુક્તિ જેવા અભિયાન દ્વારા વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવે છે. તાપીને આપણે માતાનું સ્થાન આપતા હોઈએ તો આપણી ફરજ છે કે તાપીમૈયાને પ્રદૂષિત થતી અટકાવીએ. વિદ્યાર્થીઓ પણ તાપી સફાઈ માટે શ્રમદાન કરવા તત્પર અને ઉત્સાહિત છે.નદીઓને આપણે માતા માનીએ છીએ. પણ શુ આપ જાણો છો કે વિશ્વમાં ભારતની જ એક એવી નદી છે ..એ નદી છે પૂણ્ય સલિલા ‘તાપી નદી’. ઐતિહાસિક તાપી નદીના શુદ્ધિકરણ માટે સતત પ્રયત્નશીલ રાજ્ય સરકારે તાપી નદીતટે આવેલા સુરત સહિત સમગ્ર વિસ્તારના સુગ્રથિત આયોજન કરવાના હેતુસર અંદાજિત રૂા.922.18 કરોડનો તાપી શુદ્ધિકરણ માસ્ટર પ્લાન તૈયાર કરાવ્યો છે, જેના ભાગરૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ‘નેશનલ રિવર કન્ઝર્વેશન પ્રોગ્રામ’ અન્વયે સુરતની તાપી શુદ્ધિકરણ માટે આ રકમ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સુરતવાસીઓ પણ રાજ્ય સરકારની યોજનામાં ખભેખભો મિલાવી તાપીની શુદ્ધિ યોગદાન આપી રહ્યા છે.

સેવાભાવી સંસ્થાઓ, ઉદ્યોગગૃહો, શાળા-કોલેજો, ધાર્મિક સંસ્થાઓ ઉમંગભેર જોડાઈને પવિત્ર તાપી નદીને સ્વચ્છ અને શુદ્ધ રાખવા જાગૃત્ત બન્યા છે.

Conclusion:સ્વામીજીએ તાપીની સફાઈ અંગે સુરતવાસીઓ જાગૃત્ત બની તાપીમાં પૂજાની સામગ્રી, ખાદ્ય સામગ્રી, કચરો વગેરે ક્યારેય ન નાંખવા સંકલ્પ લઇ તાપી નદીને પવિત્ર રાખવા બનતા પ્રયાસો કરવાનો પણ શહેરીજનોને અનુરોધ કર્યો હતો. તાપીમૈયાની સ્વચ્છતા અને શુદ્ધિ માટે વિદ્યાર્થીઓએ હરહંમેશ તત્પર રહીશું એવો સંકલ્પ કર્યો હતો.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.