- 1,700 ચો.મી સરકારી જમીન પરનું ગેરકાયદે દબાણ દૂર કરાયું
- અંદાજે 3 કરોડની બજાર કિંમતની જમીન ખૂલ્લી કરી
- વિવિધ સ્થળો પર પણ દબાણ હટાવવાની કામગીરી કરવાની લોક માગ
પોરબંદરઃ શહેરના ખાપટ ખાતે સરકારી પડતર જમીન પર દબાણ થયું હતું. જેથી કલેક્ટર ડી.એન.મોદીના માર્ગદર્શન હેઠળ પોરબંદર મામલતદાર અને ટીમે આ દબાણ દૂર કરીને અંદાજે 3 કરોડની બજાર કિંમતની જમીન ખૂલ્લી કરી છે.
આગમી સમયમાં તંત્ર દ્વારા વધુ દબાણ હટાવવામાં આવે તેવી શક્યતા
પોરબંદર મામલતદાર અર્જુન ચાવડા અને ટીમ દ્વારા ખાપટ ખાતે 2 જગ્યાએ સરકારી જમીનમાં થયેલા ગેરકાયદે દબાણ દૂર કરીને 1,700 ચો.મી દબાણવાળી જમીનને ખૂલ્લી કરી છે, ત્યારે પોરબંદર શહેરમાં વિવિધ સ્થળો પર પણ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવે તેવી પણ લોક માગ ઉઠી છે. જેથી આગમી સમયમાં તંત્ર દ્વારા વધુ દબાણ હટાવવામાં આવે તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે. ઘણીવાર દબાણ હટાવ્યાના થોડા સમય બાદ એજ સ્થળ પર ફરીથી લોકો દબાણ કરતા હોય છે. જેથી આવા સ્થળ પર અન્ય લોકો દબાણ ન કરે તે અંગે સૂચન બોર્ડ અને તંત્ર દ્વારા સતર્કતા દાખવવામાં આવે તેવી પણ લોક માગ ઉઠી છે.