અમરેલી: અમરેલી જિલ્લાના વડીયા પોલીસ સ્ટેશન ખાતે 26 તારીખના રોજ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં અનિલ દેસાઈ નામના શખ્સે એક 21 વર્ષે યુવતીને લગ્નની લાલચ આપી અને દુષ્કર્મ આચાર્ય હતું જેની સાથે જ મિત્ર પ્રિતેશ તેમજ અન્ય યુવકોની સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. પરંતુ આ કેસમાં નવો વળાંક આવ્યો છે. આ કેસ બાદ વધુ તપાસ થતાં એક વધુ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અમરેલી વિસ્તારની અંદર આવેલા ઓમ નગર વિસ્તારમાં મકાન ભાડે રાખીને એક મહિલા અને એક યુવક દેહ વ્યાપાર કરાવતા હતા. મામલો સામે આવતા ખળભળાટ સર્જાયો છે.
યુવતીને દેહ વ્યાપારમાં ધકેલનાર મહિલાની અટકાયત
દેહ વ્યાપાર સંબંધે પોલીસે મહિલા સહિત અન્ય પાંચ સામે ગુનો નોંધ્યો છે. કુકાવાવ સામૂહિક દુષ્કર્મના આરોપી સામે પણ ગુનો નોંધી અને વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં વિશે સામુહિક દુષ્કર્મ બાદ દેહ વ્યાપારની ફરિયાદ થતાં યુવતીને દેહ વ્યાપારમાં ધકેલનાર મહિલાની પોલીસે અટકાયત કરી છે.
મકાન ભાડે રાખી યુવતીઓ પાસે દેહ વ્યાપાર કરાવતા
અમરેલી શહેરમાં આવેલા ઓમ નગર વિસ્તારની અંદર યુવક અને યુવતી મકાન ભાડે રાખતા હતા અને ત્યારબાદ મકાન પાડે રાખી અને શહેર તેમજ અન્ય વિસ્તારની અંદર દેહ વેપારનો ધંધો કરાવવા યુવતીઓને મોકલવામાં આવી હતી. જેમાં દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીને પણ આ આ મહિલા અને યુવકે દેહ વેપાર કરાવવા મોકલી હતી. જે અંગે દેહ વેપાર કરાવતી મહિલા અને અન્ય એક યુવક સામે પોલીસે ગુનો નોંધ્યો છે. અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. હવે આ કેસમાં હજુ પણ અનેક ખુલાસા થાય તેવી શક્યતાઓ છે.
આ પણ વાંચો: