અમદાવાદ: અમદાવાદ શહેરની અંદર સાબરમતી રિવરફ્રન્ટ પરિસરમાં આયોજિત અમદાવાદ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. આ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં દેશ અને વિદેશના ઘણા સાહિત્યકારોની પુસ્તકોના સ્ટોલ રાખવામાં આવ્યા છે જેમાં લોકો પોતાના રસની વિવિધ પુસ્તકો વાંચી શકે છે ત્યારે યુવાનોને કેવા પ્રકારના પુસ્તકો વાંચવા ગમે છે તે જાણવાનો પ્રયાસ ETV Bharatની ટીમે કર્યો છે.
ગુજરાતીઓ વાંચે છે, ફક્ત વિષયો બદલાયા છે: ગુજરાતી વાચકો હાલ મોટીવેશનલ, રસોઇ અને જીવનચરિત્ર વધુ વાંચે છે. બિઝનેસ, સોશિયલ મીડિયાના ઉપયોગ અને ટ્રાવેલિંગ બુકસ પણ પસંદ કરે છે. યુવા વાચકો મોટીવેશનલ પુસ્તકો સાથે સ્પર્ધાત્મક પરીક્ષામાં સહાયક સંદર્ભ સાહિત્ય વધુ વાંચે છે. ગુજરાતી વાચકોની પસંદ પોતાને લાભ થાય અને પુસ્તકનું વળતર મળી રહે એ ઉદ્દેશે પુસ્તક ખરીદે છે અને વાંચે છે. છેલ્લાં 5 વર્ષમાં ગુજરાતી વાચકોમાં એક ટ્રેન્ડ વધ્યો છે. એ ટ્રાવેલિંગ અંગેના પુસ્તકોની માંગ વધી છે. આ સાથે ભગવાન રામ અંગે જાણવાની જિજ્ઞાસા વધી છે, અને એ અંગેના પુસ્તકો પણ વધુ વેચાય છે.
કાવ્ય પુસ્તકો વાચકોને પ્રિય: એક હકિકત એ છે કે, હવે એક જ કવિ કે લેખકના પુસ્તકો અને પુસ્તક સંપુટ કરતાં વિવિધ લેખકો, કવિની રચનાના સંપાદનના પુસ્તકો વાચકોને વધુ પ્રિય બન્યાં છે. ગુજરાતી વાચકો કૃષ્ણ આધારિત સાહિત્ય વધુ વાંચવાનું વાંચવાનું પસંદ કરે છે. આ સાથે જ અખબારમાં લખતા કટાર લેખકો અને વિવિધ પ્રસંગોએ પ્રવચન કરતા મોટિવેશનલ વક્તાઓની રચના ગુજરાતીઓને પસંદ છે. શું છે ગુજરાતી સાહિત્યને વિશાળ વર્ગ સુધી લઈ જવાની ખેવના ધરાવતા પ્રકાશકોએ પણ ગુજરાતી વાચકોની બદલાતી પસંદગીને ધ્યાને લઈ પુસ્તકના લેખકને પસંદ કરે છે.
ગુજરાતી ઐતિહાસિક મહત્વ ધરાવતી કૃતિના વાચકો: ગુજરાતી વાચકોને ગુજરાતીની અમર કૃતિ વાંચવી ગમે છે. ઝવેરચંદ મેઘાણી, કલાપી, ચંદ્રકાંત બક્ષી, કનૈયાલાલ મુનશી, કાકા કાલેલકર, કલાપી, સુરેશ દલાલ, રમેશ પારેખ, અશ્વિની ભટ્ટ, કાજલ ઓઝા અને જય વસાવડાના પુસ્તકો વાંચવા ગમે છે. આ લેખકોના પુસ્તકો પુસ્તક પ્રદર્શન ઉપરાંત સતત વેચાતા હોય છે. ગુજરાતના શિક્ષકો, સંશોધકો સહિત અનેક વાચકો ઐતિહાસિક મહત્વ ધરાવતી કૃતિઓ સતત વાંચતા હોય છે. રમણલાલ દેસાઈની પાટણની પ્રભુતા અને ગુજરાતનો નાથ, ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધાર, ગુણવંતરાય આચાર્યની અખોવન હોય કે અલ્લાબેલી,ઉમાશંકર જોષીની વિશ્વ શાંતિ અને નિશીથ, રઘુવીર ચૌધરીની અમૃતા, અશ્વિની ભટ્ટની આખેટ, ઓખાર, આશ્કામંડલ અને લજ્જા સન્યાલન, કાજલ ઓઝા વૈદ્યની કૃષ્ણાયનની માંગ પ્રકાશકો પાસે સતત આવે છે. નવા લેખકોમાં સૌથી લોકપ્રિય સર્જક સૌમ્ય જોશી, અનિલ ચાવડા, અંકિત ત્રિવેદી, કાજલ ઓઝા વૈદ્ય અને જય વસાવડા છે.
યુવાઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા વાંચન કરે છે: ગુજરાતી સાહિત્ય તરીકે સરકારી સ્પર્ધાત્મક પરીક્ષામાં વિષય લેનાર પરીક્ષાર્થી ગુજરાતી સાહિત્યનું વિશેષ વાંચન કરે છે. ગુજરાતની નવી પેઢીને મોટી નવલકથા કરતા લધુકથા અને નવલમાં વધુ રસ દેખાય છે. ગુજરાતીમાં પ્રકાશક રેફરલ મટિરિયલ થકી ગુજરાતી યુવા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરે છે. ગુજરાતી ભાષામાં પ્રમાણમાં કાવ્યો, ગઝલ, ઈતિહાસ, ભૂગોળ, રાજનીતિ, જાહેર વ્યવસ્થાપ વિષય અંગેના પુસ્તકોની પ્રમાણમાં ઓછી માંગ થઈ છે. ગુજરાતી જોડણી-વ્યાકરણના પુસ્તકો પણ પ્રમાણમાં વાચકોની ઓછી પસંદગીના છે. ગુજરાતીઓ યુવામાં વાંચનનો પ્રકાર બદલાયો છે, ગુજરાતી વાચકો હવે E-BOOK અને PDF સ્વરુપના પુસ્તકો વાંચીને પોતાની અસ્મિતા અનુભવે છે.
આ પણ વાંચો: