ETV Bharat / state

અમદાવાદમાં નશામાં ધૂત કારચાલકે સર્જ્યો અકસ્માત, બે યુવાનોના ક્ષણમાં જીવ ગયા, ઘટનાના CCTV આવ્યા સામે - ROAD ACCIDENT IN AHMEDABAD

ગત રાત્રિએ દહેગામથી નરોડા હાઇવે પર અકસ્માતની ગોઝારી ઘટના બની છે. નશામાં ધૂત કારચાલકે ડિવાઈડર કૂદાવીને 2 યુવકો સાથે અકસ્માત સર્જ્યો છે.

અમદાવાદમાં નશામાં ધૂત કારચાલકે સર્જ્યો અકસ્માત, ઘટનાના CCTV સામે આવ્યા
અમદાવાદમાં નશામાં ધૂત કારચાલકે સર્જ્યો અકસ્માત, ઘટનાના CCTV સામે આવ્યા (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 2, 2024, 5:46 PM IST

અમદાવાદ: શહેરમાં એક તરફ પોલીસ તંત્ર દ્વારા આખી આખી રાત નાઈટ કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. દરેક સામાન્ય લોકોને ઊભા રાખીને ગાડીના કાગળ હેલ્મેટ PUC લાઇસન્સ સહિતના દસ્તાવેજો માગીને તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ બેફામ રીતે આ જ શહેરમાં નશાની હાલતમાં ઘણા વાહન ચાલકો સામાન્ય લોકો માટે જીવનું જોખમ બની રહ્યા છે. ત્યારે આવી જ ઘટના ગત રોજ રાત્રિ દરમિયાન દહેગામથી નરોડાના રોડ પર બની છે.

નશામાં ધૂત કારચાલકે સર્જ્યો અકસ્માત: અમદાવાદ શહેરમાં ક્રાઈમ રેટ વધતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા એક બેઠક બોલાવી અમદાવાદ પોલીસને ક્રાઈમ કંટ્રોલમાં લેવા માટે ટકોર કરવામાં આવી હતી. ત્યારથી જ શહેર પોલીસ દ્વારા ACP, DCP સહિતના અધિકારીઓ દ્વારા નાઈટ કોમ્બિંગ ચલાવવામાં આવી રહ્યું છે. શહેરની અંદર શાંતિ બની રહે અને શહેરના નાગરિકો સુરક્ષિત અનુભવે તે માટે પોલીસ કામ કરી રહી છે. પરંતુ બીજી બાજુ જાણે અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. કાર ચાલકે નશાની હાલતમાં રોડ પર ગાડી ચલાવી 2 વ્યક્તિનો ભોગ લીધાની ઘટના ગતરોજ રવિવારે મોડી રાત્રે બની હતી.

અમદાવાદમાં નશામાં ધૂત કારચાલકે સર્જ્યો અકસ્માત, ઘટનાના CCTV સામે આવ્યા (Etv Bharat Gujarat)

આમ બની હતી સમગ્ર ઘટના: સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ગત રાત્રિ દરમિયાન દહેગામથી નરોડા હાઇવે પર કાર ડિવાઇડર કુદાવીને રોંગ સાઈડમાં જતી રહી હતી. ત્યારે સામેથી ACTIVAમાં 2 યુવકો સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને થોડીક જ ક્ષણોમાં ઘટના સ્થળ પર મૃત્યુ પામ્યા હતા. અકસ્માત સર્જનારો આરોપી ડ્રાઇવર ખુદ નશાની હાલતમાં ધૂત હતો.

આરોપી નારોડાનો રહેવાસી: સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે કાર ચલાવનાર આરોપી અમદાવાદ શહેરના નરોડા વિસ્તારનો રહેવાસી છે. જેનું નામ ગોપાલ પટેલ છે. ઘટના બનતા જ અફરાતફરી મચી ગઈ હતી સ્થાનિકો પણ ભેગા થઈ ગયા હતા અને થોડી ક્ષણોમાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

CCTV આવ્યા સામે, ફિલ્મી સીન સર્જાયો હતો: આ સમગ્ર ઘટના બાદ આરોપી કાર ચાલક ગોપાલ પટેલનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયો બાદ આરોપી કેટલો નશામાં છે તેના આક્ષેપો થઈ રહ્યા છે. જોકે તેણે નશો કર્યો છે કે કેમ તેને લઈને પોલીસ કાર્યવાહી શરૂ કરી છે. વીડિયોમાં આરોપીને ઈજાઓ થયાનું દેખાય છે સાથે જ તે બોલવાના પ્રમાણ ભાનમાં પણ દેખાતો નથી. અને બીજી બાજુ અકસ્માત સર્જ્યું તે અંગેના સીસીટીવી પણ સામે આવ્યા છે.

બંને મૃતક યુવાનોને સિવિલ હોસ્પિટલમાં લવાયા: આ ઘટનામાં એકટીવામાં આવતા અમિત રાઠોડ અને વિશાલ રાઠોડ નામના બે યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને થોડાક જ ક્ષણોમાં ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. અકસ્માત બાદ મૃતદેહોને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે આરોપી કાર ચાલક ગોપાલ પટેલની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો:

  1. મહારાષ્ટ્રમાં ભયાનક માર્ગ અકસ્માત, બસ પલટી જતાં 9 લોકોના મોત, 30 જેટલા ઘાયલ
  2. આણંદઃ ઓવરટેકના ચક્કરમાં લક્ઝરીનો અકસ્માત, 15થી વધુ ઈજાગ્રસ્ત, 3ના મોત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.