ETV Bharat / state

ઓર્ગેનિક કેરીએ ખેડૂતોને રળી આપી બમણી આવક, જુઓ કેવી રીતે

નવસારીઃ ગ્લોબલ વોર્મિંગની સીધી અસર ખેતી પર જોવા મળી રહી છે ત્યારે દર વર્ષે વધતી ગરમીને કારણે કેરીનો પાક પણ દિવસે દિવસે ઘટતો જાય છે. જેથી સજીવ ખેતી ખેડૂતો માટે આશિર્વાદરૂપ સાબિત થઈ શકે છે. રાજ્યમાં પ્રથમ લખત નવસારી જિલ્લામાં સજીવ ખેતીને પ્રોત્સાહન મળ્યુ છે જેના કારણે રાસાયણિક ખાતરથી પકવામાં આવેલ કેરી કરતા ઓર્ગેનિક કેરી ખેડૂતોને બમણી આવક મેળવતી સાબિત થઈ છે.

ઓર્ગેનિક કેરી
author img

By

Published : Jun 3, 2019, 8:48 PM IST

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ચીજગામના ધર્મેશ પટેલ જેઓ છેલ્લા 12 વર્ષોથી 2.5 વીઘાના ખેતરમાં 110 આંબાના ઝાડોમાં સજીવ ખેતીના થકી કેરીનો સારો પાક મેળવી રહ્યા છે. જ્યારે ગ્લોબલ વોર્મિંગને કારણે કેરીનો પાક ઓછો ઉતરે છે, ત્યારે સજીવ ખેતીને કારણે ધર્મેશ પટેલ 160 થી 170 મણ કેરી ઉતારે છે. આ વર્ષે પણ તેમણે અત્યાર સુધીમાં 40 મણ કેરીનો પાક ઉતાર્યો છે. જેમાં એક ફળ 200 થી 450 ગ્રામ સુધીનું અને આ ફળની મીઠાશ પણ કેરીના રસીયાઓને તૃપ્ત કરી રહી છે. સાથે જ જ્યાં કેરી બજારમાં એક મણનો ભાવ 900 થી 1200 રૂપિયા છે, ત્યાં ધર્મેશ ઓર્ગેનિક કેરીના 1500 થી 1800 રૂપિયા મેળવી રહ્યા છે. વધુમાં આ કેરીની માગ નવસારી સહિત સુરત, વડોદરા અને મુંબઈમાં પણ રહે છે. આ જોઈ ધર્મેશની જેમ નવસારીમાં ઘણા ખેડૂતો સજીવ ખેતી તરફ વળી રહ્યા છે.

ઓર્ગેનિક કેરીએ ખેડૂતોને રળી આપી બમણી આવક

દક્ષિણ ગુજરાતમાં નવસારીની કેસર કેરીની માગ રાજ્ય સહિત દેશ દુનિયામા પણ વધી રહી છે, પરંતુ છેલ્લા ૫-૬ વર્ષોથી બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને મોટી પ્રતિકુળ અસર જણાઇ રહી છે. આ વર્ષે પણ ગરમીનો પારો 43 ડિગ્રીથી ઉપર જતા કેરીનો પાક અંદાજે 60 ટકા જેટલો ઓછો ઉતરતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા ખેડૂતોને કેરીનો ઓછો પાક ઉતરતા ભાવો પણ ઓછા મળ્યા હોવાથી આર્થિક નુકશાની પણ વેઠવી પડી છે. ત્યારે નવસારી જિલ્લાના કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતોને સજીવ ખેતી તરફ વાળવાનો પ્રયાસ કર્યો અને સફળતા પણ મેળવી છે. કારણ કે, રાસાયણિક ખાતરની ખેતી સામે ઓર્ગેનિક ખેતીએ ખેડૂતોને સારા પાક સાથે સારો પોષણક્ષમ ભાવ પણ અપાવ્યો છે.

નવસારી કેવીકેના કૃષિ નિષ્ણાંતોએ પણ સજીવ ખેતીમાં ગાય આધારિત અને પંચગવ્યથી ખેતીને કારણે પાકની ગુણવત્તા સાથે ઉત્પાદન અને આર્થિક દ્રષ્ટિએ પણ લાભકારી હોવાનુ જણાવી રહ્યા છે.

R_GJ_NVS_01_03JUN_Orgenic_Mengo_SPECIAL_STORY_SCRIPT_10010

સ્લગ– નવસારી જિલ્લામા સજીવ ખેતીને પ્રોત્સાહન મળયુજેના કારણે રાસાયણિક ખાતરથી પકવેલી કેરી કરતા ઓર્ગેનિક કેરી ખેડૂતોને બમણી આવક રળી આપતિ થઈ

લોકેશન –નવસારી. ચીજ્ગામ

તારીખ – 03 -૦૬-૨૦૧૯  

ભાવિન પટેલ

નવસારી

એન્કર : ગ્લોબલ વોર્મિંગની સીધી અસર ખેતી પર જોવા મળી રહી છે. દર વર્ષે વધતી ગરમીને કારણે કેરીનો પાક પણ દિવસે દિવસે ઘટતો જાય છે. ત્યારે સજીવ ખેતી ખેડૂતો માટે આશિર્વાદ રૂપ સાબિત થઈ શકે છે. રાજ્યમા પ્રથમ નવસારી જિલ્લામા સજીવ ખેતીને પ્રોત્સાહન મળયુજેના કારણે રાસાયણિક ખાતરથી પકવેલી કેરી કરતા ઓર્ગેનિક કેરી ખેડૂતોને બમણી આવક રળી આપતિ થઈ છે. 

વીઓ ૧ : આ છે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ચીજગામના ધર્મેશ પટેલ છેલ્લા 12 વર્ષોથી અઢી વિઘાના ખેતરમાં 110 આંબાના ઝાડોમા સજીવ ખેતીના થકી સારો પાક મેળવી રહ્યા છે. જ્યારે ગ્લોબલ વોર્મિંગને કારણે કેરીનો પાક ઓછો ઉતરે છેત્યારે સજીવ ખેતીને કારણે ધર્મેશ 160 થી 170 મણ કેરી ઉતારે છે. આ વર્ષે પણ અત્યાર સુધીમાં 40 મણ કેરીનો પાક ઉતાર્યો છે. જેમા એક ફળ 200 થી 450 ગ્રામ સુધીનું અને એની મિઠાશ પણ કેરી રસીયાઓને તૃપ્ત કરી રહી છે. સાથે જ જ્યા કેરી બજારમાં એક મણનો ભાવ 900 થી 1200 રૂપિયા છેત્યાં ધર્મેશ ઓર્ગેનિક કેરીના 1500 થી 1800 રૂપિયા મેળવી રહ્યા છે. જેની નવસારી સહિત સુરતવડોદરા અને મુંબઈમાં પણ માંગ રહે છે. ધર્મેશની જેમ નવસારીમાં ઘણા ખેડૂતો સજીવ ખેતી તરફ વળી રહ્યા છે. 

બાઇટ : ધર્મેશ પટેલખેડૂતચીજગામનવસારી 

વિ/ઓ ૨  :  દક્ષિણ ગુજરાતમાં નવસારીની કેસર કરીનું રાજ્ય સહિત દેશ દુનિયામા માંગ છે. પરંતુ છેલ્લા ૫-૬ વર્ષોથી બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને મોટી અસર જણાઇ રહી છે. આ વર્ષે પણ ગરમી 43 ડિગ્રીથી ઉપર જતા કેરીનો પાક અંદાજે 60 ટકા જેટલો ઓછો ઉતરતા ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. ખાસ કરીને રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા ખેડૂતોને માટે કેરીના ઓછા પાકે ઓછા ભાવ સાથે આર્થિક નુકશાની પણ વેઠવી પડે એવી સ્થિતિ બની છે. ત્યારે નવસારી જિલ્લાના કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતોને સજીવ ખેતી તરફ વાળવાનો પ્રયાસ કર્યો અને સફળતા પણ મેળવી છે. કારણ રાસાયણિક ખાતરની ખેતી સામે ઓર્ગેનિક ખેતીએ ખેડૂતોને સારા પાક સાથે સારો પોષણક્ષમ ભાવ પણ અપાવ્યો છે. નવસારી કેવીકેના કૃષિ નિષ્ણાંત પણ સજીવ ખેતીમાં ગાય આધારિત અને પંચગવ્યથી ખેતીને કારણે પાકની ગુણવત્તા સાથે ઉત્પાદન અને આર્થિક દ્રષ્ટિએ પણ લાભકારી હોવાનુ જણાવી રહ્યા છે. 

બાઇટ : ડૉ. સી. કે. ટીમ્બડિયા ( વિજ્ઞાનિક નવસારી કૃષિ યુનિવર્સીટી )

સ્ટોરી  બેન્ડ :

૧ નવસારી જિલ્લામાં  કરવામાં આવી રહી છે ઓર્ગેનિક કેરીની ખેતી

૨  ઓર્ગેનિક ખેતીને મળી રહ્યો છે સારો પ્રતિશાદ

૩ સંબો સમય સુંધી સારી રહી શકે છે આ કેરી

૪ નવસારી સુરત વડોદરા મુંબઈ જેવા શહેરોમાં વધી રહી છે માગ

ભાવિન પટેલ

નવસારી......

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.