ETV Bharat / state

કૌટુંબિક ભાઇ-બહેન વચ્ચે પ્રેમ પાંગર્યો, મંગેતરે પ્રેમીની કરી હત્યા

નવસારીના વાંસદા તાલુકાના એક ગામે કૌટુંબિક ભાઇ-બહેન વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. કૌટુંબિક ભાઈ-બહેનના પાંગરેલા પ્રેમની જાણ યુવતીના મંગેતરને થઇ હતી. આવેશમાં આવેલા યુવતીના મંગેતરે બે દિવસ અગાઉ રાત્રિના સમયે પ્રેમી યુવાનની હત્યા કરી હતી. હત્યાનો ગુનો નોંધાયા બાદ વાંસદા પોલીસે ઘટનાના 48 કલાકમાં જ ટેકનિકલ સર્વેલન્સને આધારે આરોપી મંગેતરની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

સમાજને લજવતો કિસ્સોઃ કૌટુંબિક ભાઇ-બહેન વચ્ચે પ્રેમ પાંગર્યો, મંગેતરે પ્રેમીની કરી હત્યા

author img

By

Published : May 7, 2021, 3:51 PM IST

  • યુવતી સગાઇ બાદ મંગેતરને કરતી હતી નજર અંદાજ
  • મંગેતરને ભાવિ પત્નીની બેવફાઈની જાણ થતાં પ્રેમીની કરી હત્યા
  • વાંસદા પોલીસે ટેકનિકલ સર્વેલન્સને આધારે

નવસારી: વાંસદા તાલુકાના એક ગામે કૌટુંબિક ભાઇ-બહેન વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. કૌટુંબિક ભાઈ-બહેનના પાંગરેલા પ્રેમમાં યુવતીના મંગેતરે આવેશમાં આવી બે દિવસ અગાઉ રાત્રિના સમયે પ્રેમી યુવાનની હત્યા કરી હતી. હત્યાનો ગુનો નોંધાયા બાદ વાંસદા પોલીસે ઘટનાના 48 કલાકમાં જ ટેકનિકલ સર્વેલન્સને આધારે આરોપી મંગેતરની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

સમાજને લજવતો કિસ્સોઃ કૌટુંબિક ભાઇ-બહેન વચ્ચે પ્રેમ પાંગર્યો, મંગેતરે પ્રેમીની કરી હત્યા
સમાજને લજવતો કિસ્સોઃ કૌટુંબિક ભાઇ-બહેન વચ્ચે પ્રેમ પાંગર્યો, મંગેતરે પ્રેમીની કરી હત્યા

આ પણ વાંચોઃ જૂનાગઢમાં થયેલી હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયોકરી ધરપકડ

વાંસદામાં ભાઈ-બહેનના સંબંધને લજવાતો કિસ્સો આવ્યો સામે

વાંસદા તાલુકાના એક ગામે રહેતા 22 વર્ષીય યુવાનને તેની કૌટુંબિક બહેન સાથે પ્રેમસંબંધ હતો. બન્ને ભાઈ-બહેન એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. દરમિયાન 10 મહિના અગાઉ યુવતીનો વલસાડ જિલ્લાના એક ગામે રહેતા યુવક સાથે સગાઇ થઇ હતી. યુવતી મંગેતરના ઘરે જઈને પણ રહેવા લાગી હતી. થોડા મહિનાઓથી યુવતીએ મંગેતરને નજરઅંદાજ કરવાનું શરૂ કર્યુ હતુ અને તેના ફોનનો જવાબ પણ આપતી ન હતી. જેથી મંગેતરે ભાવિ પત્નીની બેવફાઈ ભાળી ગયો હતો.

કૌટુંબિક ભાઇ-બહેન વચ્ચે પ્રેમ પાંગર્યો, મંગેતરે પ્રેમીની કરી હત્યા

મંગેતરે ભાવી પત્નીના કૌટુંબિક ભાઇના માથા પર બોથડ પદાર્થથી પ્રાણઘાતક વાર કર્યો

દરમિયાન બે દિવસ અગાઉ ગત 4 મેની રાતે રોષે ભરાયેલો મંગેતર યુવતીના ગામે આવ્યો હતો. જ્યાં તેની ભાવી પત્ની અને ભાવી પત્નીનો કૌટુંબિક ભાઇ ન દેખાતા મંગેતર તેમને શોધવા ખેતરાડીમાં ગયો હતો. જ્યાં યુવતીનો ભાઇ નગ્ન અવસ્થામાં મળી જતાં મંગેતર અને મંગેતરના કૌટુંબિક ભાઇ વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. જેમાં આવેશમાં આવી મંગેતરે ભાવી પત્નીના પ્રેમીના માથા પર બોથડ પદાર્થથી પ્રાણઘાતક વાર કરી હત્યા નિપજાવી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદના મેઘાણીનગરમાં પુત્રએ કરી પિતાની હત્યા

મૃતકના મૃતદેહને ખેતરમાં છૂપાવી આરોપી મંગેતર ભાગી ગયો

ભાવી પત્નીના કૌટુંબિક ભાઇના મૃતદેહને ઢસડીને ખેતરમાં છૂપાવવાનો પ્રયાસ કરી આરોપી મંગેતર ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ હરકતમાં આવેલી વાંસદા પોલીસે આરોપીને શોધી કાઢવા ટેકનિકલ સર્વેલન્સ સાથે બાતમીદારોનું નેટવર્ક એક્ટિવ કર્યુ હતુ. જેમાં 48 કલાકમાં જ વાંસદા પોલીસે આરોપી મંગેતરને ઝડપી પાડી કડકાઈથી પૂછપરછ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી. પોલીસે આરોપીનો કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ તેની ધરપકડ કર હતી અને આ હત્યામાં વપરાયેલા બોથડ પદાર્થને શોધવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.