ETV Bharat / state

અમદાવાદ: બોપલ અકસ્માત કેસ મામલે મિલાપ શાહની થઈ શકે ધરપકડ, નીચલી કોર્ટના આદેશ પર HCનો સ્ટે

ગત 14 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના બોપલ વિસ્તારમાં રાત્રિના સમયે એક મર્સિડિસ કાર ચાલકે સિક્યુરિટી ગાર્ડને કચડી નાખતા ગાર્ડનું મોત થઈ ગયું હતું.

ગુજરાત હાઈકોર્ટની ફાઈલ તસવીર
ગુજરાત હાઈકોર્ટની ફાઈલ તસવીર (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 3 hours ago

અમદાવાદ: ગત 14 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના બોપલ વિસ્તારમાં રાત્રિના સમયે એક મર્સિડિસ કાર ચાલકે સિક્યુરિટી ગાર્ડને કચડી નાખતા ગાર્ડનું મોત થઈ ગયું હતું. ત્યાર પછી આ ઘટના અંગે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસ તપાસમાં ચાલક સગીર હોવાનું સામે આવ્યું હતું.

આ અકસ્માત કરનાર કાર ચાલકના પિતા મિલાપ શાહની પોલીસે ધરપકડ કરી હતી અને અમદાવાદ ગ્રામીણ કોર્ટની મેજિસ્ટ્રેટ કોર્ટમાં ત્રણ દિવસના રિમાન્ડ માટે રજૂ પણ કર્યા હતા. પરંતુ તે સમયે ઇન્ચાર્જ મેજિસ્ટ્રેટે આ ધરપકડને જ અયોગ્ય ગણાવીને 10,000 ના બોન્ડ પર મિલાપ શાહને જામીન મુક્ત કરવાનો હુકમ આપ્યો હતો. અને હવે આ હુકમને મૃતકના ફરિયાદી ભાઈએ ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

હાઈકોર્ટે નીચલી કોર્ટના હુકમ પર સ્ટે આપ્યો
આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે અરજદારની અરજી ગ્રાહ્ય રાખીને મેજિસ્ટ્રેટ કોર્ટના હુકમ ઉપર સ્ટે આપ્યો છે, એટલે હવે પોલીસ મિલાપ શાહની ધરપકડ કરી શકશે. હાઇકોર્ટે આ મુદ્દે પક્ષકારોને નોટિસ પાઠવી છે. આ અંગે વધુ સુનાવણી ડિસેમ્બર મહિનામાં કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટે સુનાવણી દરમિયાન નોંધ્યું કે, બી.એન.એસની કલમ 105 ના સાઅપરાધ મનુષ્યવધ અને આ કેસને જોતા મિલાપ શાહ જાણતા હતા કે તેમનો પુત્ર સગીર છે અને એની પાસે લાયસન્સ પણ નથી અને જો તે ગાડી લઈને ક્યાંક પણ જશે તો અકસ્માત થઈ શકે છે અને કોઈનો જીવ પણ જઈ શકે છે તેમ છતાં તેમણે સગીર પુત્રને ગાડી આપી હતી.

કોર્ટે વધુમાં નોંધ્યું હતું કે, ઇન્ચાર્જ મેજિસ્ટ્રેટ અગાઉના મેજિસ્ટ્રેટ દ્વારા આરોપી સામે બી.એન.એસની કલમ 105 અને મોટર વ્હીકલ એક્ટની કલમ 199 એ ઉમેરવાના હુકમને જોયો નથી. તેથી હાઇકોર્ટે પહેલી જ નજરમાં અરજદારની દલીલો ગ્રાહ્ય રાખી, તેમજ ઇન્ચાર્જ મેજિસ્ટ્રેટના હુકમને ગંભીર ભૂલ ગણાવી હતી અને સાથે જ મેજિસ્ટ્રેટ કોર્ટના હુકમ પર આપ્યો હતો.

આ પણ વાંચો:

  1. દિવાળીના દિવસે પૂજન પૂરતું રહ્યું રોજમેળનું મહત્વ, કોમપ્યુટર યુગમાં ટ્રેન્ડ પણ બદલાયો? વાંચો ETV BHARAT નો ખાસ અહેવાલ
  2. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા: દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ માટે કચ્છ બન્યું મોસ્ટ ફેવરિટ ડેસ્ટિનેશન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.