ETV Bharat / state

સુરત હિટ એન્ડ રન : અજાણ્યા વાહનની અડફેટે ચડ્યા બાઈકસવાર મિત્રો, ઘટનાસ્થળે જ દમ તોડ્યો - ROAD ACCIDENT IN SURAT

કામરેજના બાઈકસવાર 2 મિત્રોને અજાણ્યા વાહન ચાલકે કચડી નાખતા કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચીને 2 મૃતદેહનો કબજો લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

સુરતમાં અજાણ્યા વાહને બાઈકસવાર 2 મિત્રોને અડફેટે લેતા ઘટના સ્થળે મોત થયું હતું
સુરતમાં અજાણ્યા વાહને બાઈકસવાર 2 મિત્રોને અડફેટે લેતા ઘટના સ્થળે મોત થયું હતું (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 8, 2025, 12:35 PM IST

સુરત: જિલ્લાના કામરેજમાં એક અકસ્માતની ઘટના સામે આવી છે. કામરેજના બાઈકસવાર 2 મિત્રોને અજાણ્યા વાહન ચાલકે કચડી નાખ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સિયાલજ ગામની સીમમાં નેશનલ હાઈવે નં-48 પરથી પસાર થઇ રહેલા 2 યુવકોની બાઈકને અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લેતા બંને મિત્રોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

વાહનચાલકે 2 યુવાનોને અડફેટે લીધા: મળતી માહિતી મુજબ કામરેજના 32 વર્ષીય હિમાંશુભાઈ બિરેનસીંગ ચમાર પોતાનું બાઇક નં. જીજે-05-ઇસી-1575 લઈને પાછળ 19 વર્ષીય વિનિતભાઈ ગોવિંદભાઇ ચમારને બેસાડી કોસંબા પાસેની કંપનીમાં વેલ્ડીંગ કામ કરવા ગયા હતા. કામ પતાવી બંને મિત્રો બાઈક પર પોતાનાં ઘરે કામરેજ પરત ફરી રહ્યા હતા. તેઓ કોસંબા પાસેના સિયાલજ ગામ પાસે નેશનલ હાઈવે નં 48 પરના પુલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં અજાણ્યા વાહન ચાલકે ગફલતભરી રીતે હંકારી આગળ જતી યુવકોની બાઈકને ટક્કર મારી દીધી હતી.

સુરતમાં અજાણ્યા વાહને બાઈકસવાર 2 મિત્રોને અડફેટે લેતા ઘટના સ્થળે મોત થયું હતું (Etv Bharat Gujarat)

પોલીસે તપાસ હાથ ધરી: યુવકોની બાઈકને અચાનક ટક્કર લાગતા 2 યુવકો નીચે પટકાયા હતા અને તેમની પર અજાણ્યા વાહનનાં તોતીંગ ટાયર ફરી વળ્યા હતા. જેથી બંનેનું સ્થળ પર કમકમાટી ભર્યુ મોત થયું હતું. અકસ્માત કરનાર ચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ કોસંબા પોલીસને થતા અકસ્માત સ્થળે દોડી ગયેલી પોલીસે બંને મૃતકોની લાશનો કબજો લઇ કસુરવાર અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો:

  1. સુરતમાં 2 વર્ષના બાળકના મોત મામલે 4 અધિકારીઓને શો-કોઝ નોટિસ, 7 દિવસમાં ખુલાસો મગાયો
  2. સુરતમાં ભયાનક બસ અકસ્માત : AMNSના એક કર્મચારીનું મોત, 15થી વધુ ઘાયલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.