ETV Bharat / state

વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં હવે ત્રિપાંખીયો જંગ, છેલ્લી ઘડીએ માવજીભાઈ પટેલે ભાજપને ખેલ બગાડ્યો - VAV ASSEMBLY BY POLL 2024

વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં છેલ્લા દિવસે 4 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા હવે 10 ઉમેદવારો મેદાનમાં.

વાવ વિધાનસભાની પેટા ચૂંટણી 2024
વાવ વિધાનસભાની પેટા ચૂંટણી 2024 (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 30, 2024, 10:10 PM IST

બનાસકાંઠા: વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું ચિત્ર આજે સ્પષ્ટ થયું છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો. જેમાં અપક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા, જ્યારે વાવ વિધાનસભા બેઠક પર હવે 10 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. ભાજપથી છેડો ફાડીને અપક્ષ ઉમેદવારી નોંધાવનાર માવજીભાઈને મનાવવામાં ભાજપ નિષ્ફળ રહ્યું છે.

માવજીભાઈએ છેલ્લી ઘડીએ ભાજપનો ખેલ બગાડ્યો
માવજીભાઈએ ઉમેદવારી ફોર્મ પરત ન ખેંચાતા ભાજપને મુશ્કેલી વધી છે. જ્યારે બીજી બાજુ બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરના કૌટુંબિક કાકા ભુરાભાઈ ઠાકોરે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા સુઈગામ પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા અને ઉમેદવારી પત્ર પાછું ખેંચી ભાજપના સમર્થકો અને આગેવાનો સાથે ભાજપને જાહેર સમર્થન આપ્યું હતું. ગેનીબેનના કાકાએ ભાજપને સમર્થન આપતા કોંગ્રેસની પણ ચિંતા વધી છે.

ભાજપ-કોંગ્રેસ બંનેની ચિંતા વધી
ઉલ્લેખનીય છે કે ભાજપે સ્વરૂપજી ઠાકોરને ફરીથી રિપીટ કર્યા છે, તો કોંગ્રેસે થરાદમાં પેટા ચૂંટણીમાં ચૂંટાયેલા પૂ.ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને ઉમેદવાર બન્યા છે, તો બન્ને પાર્ટીઓમાંથી ટિકિટથી વંચિત રહેલા ચૌધરી સમાજના માવજીભાઈ પટેલે અપક્ષ ઉમેદવાર તરીકે દાવેદારી કરી રહ્યા છે, જેમાં મંગળવારે ભાભર ખાતે યોજાયેલા ચૌધરી સમાજના સંમેલનમાં ચૌધરી સમાજે માવજીભાઈને સમર્થન કરતાં વાવ વિધાનસભા પર ત્રિ-પાંખીયો જંગ જામશે. એક બાજુ ભાજપ-કોંગ્રેસ બંને મોટી રાજકીય પાર્ટીઓ તરફથી જાણીતા ચહેરાઓને ઉમેદવાર બનાવ્યા છે, તો બીજી બાજુ રાજકારણના ખેલાડી માવજીભાઈ પટેલ અપક્ષ ઉમેદવાર હોવાથી ભાજપ-કોંગ્રેસ બંને પક્ષોની ઊંઘ હરામ કરી દીધી છે.

માવજીભાઈને મનાવવા છેલ્લે સુધી ભાજપના પ્રયાસ
જાણવા મળતી માહિતી મુજબ ભાજપના મોવડી મંડળ દ્વારા પણ માવજીભાઈ પટેલને મનાવવાનો છેલ્લી ઘડી સુધી પ્રયત્ન કરાયો હતો, પરંતુ તેઓ ચૂંટણી લડવા માટે અડગ રહેતાં હાલ ચિત્ર અસ્પષ્ટ થઈ ગયું છે. ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કુલ 4 ઉમેદવારી પત્રો પરત ખેંચાતા હવે 10 ઉમેદવારો વચ્ચે મેદાને જંગ ખેલાશે.

આ 10 ઉમેદવારો વચ્ચે વાવ બેઠક પર જંગ ખેલાશે

  1. ગુલાબસિંહ રાજપૂત - કોંગ્રેસ
  2. સ્વરૂપજી ઠાકોર - ભાજપ
  3. ચેતનકુમાર ઓઝા - ભારતીય જન પરિષદ
  4. જ્યેન્દ્ર રાઠોડ - અપક્ષ
  5. માવજીભાઈ પટેલ - અપક્ષ
  6. મનોજભાઈ પરમાર - અપક્ષ
  7. નિરૂપાબેન માધુ - અપક્ષ
  8. મંજૂબેન રાઠોડ - અપક્ષ
  9. લક્ષ્મીબેન ઠાકોર - અપક્ષ
  10. વિક્રમભાઈ - અપક્ષ

આ પણ વાંચો:

  1. જામનગરની વિશ્વવિખ્યાત કચોરીની દેશ વિદેશમાં પણ છે તગડી ડિમાન્ડ, જાણો કેમ?
  2. રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરોટિવ બેન્કની મોટી જાહેરાત, આવા ખેડૂતોને 0 ટકા વ્યાજે આપશે લોન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.