નવી દિલ્હી: ટ્રાવેલ ક્ષેત્રની મુખ્ય કંપની OYOએ મેરઠથી શરૂ થતી પાર્ટનર હોટલ માટે નવી 'ચેક-ઈન' નીતિ લાગુ કરી છે. આ મુજબ હવે અપરિણીત યુગલોને 'ચેક-ઈન' કરવાની પરવાનગી નહીં મળે. એટલે કે, માત્ર પતિ-પત્ની જ હોટલમાં રૂમ લઈ શકશે.
સુધારેલી નીતિ હેઠળ, તમામ યુગલોને 'ચેક-ઈન' સમયે તેમના સંબંધનો માન્ય પુરાવો આપવા માટે કહેવામાં આવશે. આમાં ઓનલાઈન બુકિંગ પણ સામેલ છે. કંપનીએ કહ્યું કે, OYOએ તેની ભાગીદાર હોટલોને સ્થાનિક સામાજિક સંવેદનશીલતાની સાથે તાલમેલ બેસાડીને પોતાની વિવેક બુદ્ધિથી અપરિણીત યુગલોના બુકિંગ ન કારવાનો અધિકાર આપ્યો છે.
OYOએ મેરઠમાં તેની ભાગીદાર હોટલોને તાત્કાલિક અસરથી આની ખાતરી કરવા સૂચના આપી છે. પોલિસીમાં ફેરફારથી પરિચિત લોકોએ કહ્યું કે, ગ્રાઉન્ડ રિસ્પોન્સના આધારે કંપની તેને વધુ શહેરોમાં વિસ્તારી શકે છે. તેમણે કહ્યું કે, OYOએ અગાઉ પણ ખાસ કરીને મેરઠમાં સામાજિક જૂથો પાસેથી આ મુદ્દાને હલ કરવા માટે પ્રતિક્રિયા મળી હતી. આ સિવાય કેટલાક અન્ય શહેરોના રહેવાસીઓએ પણ અપરિણીત યુગલોને OYO હોટલમાં ચેક ઇન કરવાની મંજૂરી ન આપવાની માંગ કરી છે
OYO ઉત્તર ભારતના ક્ષેત્રના વડા પવન શર્માએ PTIને જણાવ્યું કે, OYO સુરક્ષિત અને જવાબદાર હોસ્પિટાલિટી પ્રેક્ટિસ જાળવવા માટે પ્રતિબદ્ધ છે. અમે વ્યક્તિગત સ્વતંત્રતાઓનો આદર કરીએ છીએ, પરંતુ અમે આ બજારોમાં કાયદા અમલીકરણ અને નાગરિક સમાજ જૂથોને સાંભળવાની અને તેમની સાથે કામ કરવાની અમારી જવાબદારીને પણ ઓળખીએ છીએ. તેમણે કહ્યું કે, કંપની સમય સમય પર આ નીતિ અને તેની અસરની સમીક્ષા કરતી રહેશે.
આ પણ વાંચો: