ETV Bharat / state

અંકલેશ્વરની N.C.T.L કંપનીનાં કર્મચારીઓ હળતાલ પર ,૩ કર્મચારીઓની તબિયત લથડી

ભરુચ: અંકલેશ્વરની N.C.T.L કંપનીનાં કર્મચારીઓની હડતાળનો મામલો યથાવત રહ્યો છે. N.C.T.L કંપનીના કર્મચારીઓ પગાર વધારા સહિતની માગ સાથે 135 કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા. જે પૈકી 3 કર્મચારીઓની તબિયત લથડતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Ankleshwar N.C.T.L Company
author img

By

Published : Jul 26, 2019, 7:38 PM IST

અંકલેશ્વરની (નર્મદા ક્લીન ટેક કંપની) મેનેજમેન્ટ સામે પોતાના કેટલાક પડતર પ્રશ્નોની માંગણી સાથે કંપનીના કર્મચારીઓ તેમજ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ 2 દિવસ પહેલા હડતાળ ઉપર બેઠા હતા. મેનેજમેન્ટ સમક્ષ અનેકવિધ રજૂઆતો કરવા છતાં મેનેજમેન્ટ નિર્ણય ન લેતા અંતે કર્મચારીઓએ અચોક્કસ મુદ્દતની હડતાળનું શાસ્ત્ર ઉગામવું પડ્યું હતું.

અંકલેશ્વરની N.C.T.L કંપનીનાં કર્મચારીઓ હળતાલ પર

2 દિવસ બાદ પણ મેનેજમેન્ટ તરફથી કોઈ હકારાત્મક જવાબ મળ્યા ન હતા. હડતાળ ઉપર બેઠેલા 3 કર્મચારીઓની તબિયત લથડતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હડતાળ પર ઉતારેલા અંદાજે 135 કર્મચારીઓ પગાર વધારા સહિતની માગ કરી રહ્યા છે, ત્યારે કર્મચારીઓની હડતાળનો અંત ક્યારે આવે છે, તે જોવું રહ્યું...

Intro:-અંકલેશ્વરની એન.સી.ટી.એલ કંપનીનાં કર્મચારીઓની હળતાલનો મામલો
-પાંચ કર્મચારીઓની તબિયત લથડતા સારવાર અર્થે ખસેડાયા
-પગાર વધારા સહિતની માંગ સાથે ૧૩૫ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે
Body:અંકલેશ્વર ખાતે એનસીટીએલ કંપનીઓના કર્મચારીઓ હડતાળ ઉપર બેઠા હતા જે પૈકી 3 કર્મચારીઓની તબિયત લથડતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

Conclusion:અંકલેશ્વરની નર્મદા ક્લીન ટેક કંપની મેનેજમેન્ટ સામે પોતાના કેટલાક પડતર પ્રશ્નોની માંગણી સાથે કંપનીના કર્મચારીઓ તેમજ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ 2 દિવસ અગાઉ હડતાળ ઉપર બેઠા હતા. મેનેજમેન્ટ સમક્ષ અનેકવિધ રજૂઆતો કરવા છતાં મેનેજમેન્ટ ટસનું મસ ન થતા છેવટે કર્મચારીઓએ અચોક્કસ મુદતની હડતાલનું શાસ્ત્ર ઉગામવું પડ્યું હતું આજે 2 દિવસ બાદ પણ મેનેજમેન્ટ તરફથી કોઈ હકારાત્મક જવાબ મળ્યા ન હતા. દરમિયાન આજરોજ સવારના સમયે હડતાલ ઉપર બેઠેલા 3 કર્મચારીઓની તબિયત લથડી હતી. કર્મચારીઓની તબિયત લથડતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.હડતાલ પર ઉતારેલા ૧૩૫ જેટલા કર્મચારીઓ પગાર વધારા સહિતની માંગ કરી રહ્યા છે ત્યારે કર્મચારીઓની હડતાલનો અંત ક્યારે આવે છે એ જોવું રહ્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.