ભક્તિ શક્તિ અને આસ્થાનું કેન્દ્ર એટલે જગતજનની મા અંબાનું ધામ. માં અંબાના પવિત્ર નોરતા નવ દિવસ સમગ્ર ગુજરાતમાં હર્ષા ઉલ્લાસથી ઉજવણી કરી અને દસમા દિવસે વિજયાદશમી એટલે કે દશેરાની સમગ્ર ભારત દેશમાં લોકો રાવણ દહન કરી ઉજવણી કરે છે. ત્યારે બનાસકાંઠાના ડીસા શહેરમાં આવેલ નવાવાસ અને ઓગડ વાસ વિસ્તારમાં વસતા ઠાકોર પરિવાર દ્વારા વર્ષોથી ચાલી આવેલ પરંપરાગત રીતે દશેરાના દિવસે જોગણી માતાના મંદિરે હજારોની સંખ્યામાં ઠાકોર સમાજના લોકો એકત્રિત થઈ માતાજીની વાડીઓ કાઢી હતી.
માતાજીનો વાડીઓ ભક્તો દ્વારા માથા પર રાખી ડીસાના જાહેરમાર્ગો પર વરઘોડો કાઢવામાં આવે છે. જે બાદ માતાજીની વાડીઓને નદીમાં વિસર્જન કરવામાં આવે છે. માતાજીના વાડિયાના વરઘોડામાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો જોડાય છે. આ પરંપરા દોઢસો વર્ષથી ચાલી આવી છે. અને આજે પણ આ પરંપરા ઠાકોર સમાજના લોકોએ જાળવી રાખી વાડીયો નીકાળવામાં આવે છે.