ETV Bharat / state

ડીસામાં ચોર ધોળા દિવસે ઘરમાં ઘુસ્યા પછી થયુ ન થવાનું !

બનાસકાંઠાઃ જિલ્લામાં ચોરને પોલીસનો સહેજ પણ ડર નથી રહ્યો. સોમનાથ ટાઉનશીપમાં મહિલા એકલી હોવાનું સમજી ચોર ઘરમાં ઘૂસી ગયો હતો. સદ્દનસીબે મહિલાનો પતિ ઘરમાં જ હતો. મહિલાના પતિએ ચોરને પકડી પાડી પોલીસના હવાલે કર્યો હતો.

ડીસામાં ચોર ધોળા દિવસે ઘરમાં ઘુસ્યા પછી થયુ ન થવાનું !
author img

By

Published : Jul 12, 2019, 1:01 PM IST

ડીસા શહેરમાં ચોરને હવે પોલીસનો બિલકુલ ડર રહ્યો નથી. ધોળા દિવસે બેરોકટોકપણે લોકોના ઘરમાં ઘૂસીને ચોરી કરવાની ઘટનાને અંજામ આપતા પણ અચકાતાં નથી. ગુરુવારે ડીસા શહેરમાં આવેલી સોમનાથ ટાઉનશિપમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. સોમનાથ ટાઉનશિપમાં રહેતા કેયુરભાઇ સોનીના ઘર નજીક છેલ્લા ઘણા સમયથી શંકાસ્પદ વ્યક્તિ આંટાફેરા મારતો હતો. આજે કેયૂરભાઈના ધર્મપત્ની ભાવનાબેન સોની ઘરે હતા, ત્યારે આ શખ્સે ઘરમાં જબરજસ્તી પ્રવેશ કરવાની કોશિશ કરી હતી. પરંતુ તે સમયે કેયૂરભાઈ ઘરમાં હાજર હતા. જેથી કેયૂરભાઈએ આ શખ્સને ઘરમાં બોલાવીને પોલીસને જાણ કરવાની કોશિશ કરતાં આ શખ્સે ત્યાંથી ફરાર થઈ જવાની કોશિશ કરી હતી.

ડીસામાં ચોર ધોળા દિવસે ઘરમાં ઘુસ્યા પછી થયુ ન થવાનું

પરંતુ કેયૂરભાઈએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા. તાત્કાલિક પોલીસને બોલાવીને આ શખ્સને પોલીસના હવાલે કર્યો છે. આ ઘટના અંગે મકાનમાલીક કેયૂર સોનીએ કેવી રીતે આ ચોરને ઝડપી પાડ્યો તે અંગે વધુ વાત કરતા જણાવ્યુ હતું કે, આ શખ્સ વારંવાર ઘરે તેમના પત્ની એકલા હોય ત્યારે અલગ અલગ બહાના બનાવીને પ્રવેશ કરવાની કોશિશ કરતો હતો. આજે એકવાર ફરી તેમની પત્નીને એકલા સમજીને ઘરમાં પ્રવેશ કરવાની કોશિશ કરી હતી. પરંતુ તેઓ હજાર હોવાના લીધે તેને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

Intro:લોકેશન... ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.11 07 2019

સ્લગ... ચોર ઝડપાયો

એન્કર : બનાસકાંઠા જીલ્લાના ડીસા શહેરમાં કાયદો અને વ્યવસ્થાના હાલ કેવા છે તે આજે શહેરમાં સોમનાથ ટાઉન શીપ ઘટનામાં જોવા મળ્યું હતું.. સોમનાથ ટાઉન શિપમાં એક ચોર ધોળા દિવસે ઘરમાં મહિલાને એકલી સમજીને ચોરી કરવા જતાં ઝડપાઇ ગયો છે.. ગનીમતે આ ચોર ઘરમાં પ્રવેશ્યો ત્યારે આ મહિલાનો પતિ હજાર હતો અને સમયસૂચ્ક્તા વાપરી ચોરને પોલીસના હવાલે કરી દીધો છે.

Body:વી.ઑ. : વાદળી રંગનું શર્ટ પહેરીને પોલીસના હાથે ઝડપાયેલો આ શખ્સ ડીસા શહેરમાં સોમનાથ ટાઉનશિપના એક મકાનમાં ધોળા દિવસે ચોરી કરવાના બદઇરાદે પહોંચ્યો હતો. પરંતુ ચોરી કરવામાં નિષ્ફળ રહેલો આ શખ્સ મકાન માલિકની જાગરુકતાના કારણે પોલીસના હાથે ઝડપાઇ ગયો છે. આ ઘટના ડીસા શહેરમાં કાયદો અને વ્યવસ્થાના કેવા હાલ છે તેની ગવાહી આપી રહી છે. ડીસા શહેરમાં ચોરોને હવે પોલીસનો બિલકુલ ડર રહ્યો નથી અને ધોળા દિવસે બિન્દાસ પણે લોકોના ઘરમાં ઘૂસીને ચોરી કરવાની ઘટનાને અંજામ આપતા પણ અચકાતાં નથી.. ત્યારે આજે ડીસા શહેરમાં આવેલી સોમનાથ ટાઉનશિપમાં પણ એક સનસનીખેજ ઘટના સામે આવી છે. સોમનાથ ટાઉનશિપમાં રહેતા કેયુરભાઇ સોનીના ઘર નજીક છેલ્લા ઘણા સમયથી એક સંદિગ્ધ શંકાસ્પદ રીતે અવરજવર કરતો હતો. ત્યારે આજે કેયૂરભાઈના ધર્મપત્ની ભાવનાબેન સોની ઘરે હતા ત્યારે આ શખ્સે ઘરમાં જબરજસ્તી પ્રવેશ કરવાની કોશિશ કરી હતી.. પરંતુ તે સમયે કેયૂરભાઈ ઘરમાં હજાર હતા.. જેથી કેયૂરભાઈએ આ શખ્સને ઘરમાં બોલાવીને પોલીસને જાણ કરવાની કોશિશ કરતાં ચોકન્નો બનેલો આ શખ્સ ત્યાથી ફરાર થઈ જવાની કોશિશ કરી હતી.. પરંતુ કેયૂરભાઈએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા.. અને તાત્કાલિક પોલીસને બોલાવીને આ શખ્સને પોલીસના હવાલે કર્યો છે. આ ઘટના અંગે મકાનમાલીક કેયૂર સોનીએ કેવી રીતે આ ચોરને ઝડપી પાડ્યો તે અંગે વધુ વાત કરતા જણાવ્યુ હતું કે આ શખ્સ વારંવાર ઘરે તેમના પત્ની એકલા હોય ત્યારે અલગ અલગ બહાના બનાવીને પ્રવેશ કરવાની કોશિશ કરતો હતો.. ત્યારે આજે એકવાર ફરી તેમની પત્નીને એકલા સમજીને ઘરમાં પ્રવેશ કરવાની કોશિશ કરી હતી.. પરંતુ તે પોતે હજાર હોવાના લીધે તેને ઝડપી પાડવામાં સફળતા મળી છે...

બાઇટ... કેયૂર સોની
( મકાનમાલિક )

Conclusion:રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.