ડીસા શહેરમાં છેવાડે આવેલો રાજપુર પીપળા ગેટ વિસ્તાર કે જેશહેરના સૌથી પછાત માનવમાં આવતા આ વિસ્તારના લોકો ગંદકીથીપરેશાન છે.કારણ કે આ વિસ્તારમાં અત્યારે સફાઈના નામે મીંડું જોવા મળી રહ્યું છે.આ વિસ્તાર સફાઈના સદંતર અભાવના લીધે સ્થાનિક લોકો પરેશાન થઈ ઉઠ્યા છે, અને ઘરે-ઘરે બીમારીના ખાટલા ઢળાઈ ચુક્યાછે.આ વિસ્તારના રહીશો દ્વારા આસર્જાયેલી સમસ્યા અંગે સ્થાનિક નગરપાલિકા સમક્ષ અસંખ્ય વાર રજૂઆતો કરવાછતાં પાલિકા દ્વારા આ વિસ્તારમાં સર્જાયેલી ગંદકીની સમસ્યાનું કોઈ જ નિરાકરણ લાવવામાં આવતું નથી.જેને લઈ સ્થાનિક લોકો પરેશાનીનો સામનો કરવો પડે છે.
નગરપાલિકા દ્વાર તાજેતરમાં જ જાહેરાત કરવામાં આવી હતી કે ડીસા નગરપાલિકાનો સફાઈની દ્રષ્ટિએ સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર મેળવ્યો હતો,અને શહેરમાં ઠેર-ઠેર સફાઈ અભિયાન અંતર્ગતના બેનરો પણ લગાવવામાં આવ્યા હતા. પરંતુ પાલિકા જાણે કે રાજપુર વિસ્તારને પોતાનો વિસ્તાર ન માનતી હોય તેમ આ વિસ્તારના સતત ઉપેક્ષા કરવામાં આવી રહી છે.