ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી 8 ઓગસ્ટના રોજ ડીસાના મુલાકાત લેવાના છે. ડીસા ખાતે જિલ્લા કલેક્ટરની આગેવાનીમાં કાયદો અને વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ડીસા નજીક આવેલા ટેટોડા ગામની રાજારામ ગૌશાળા ખાતે નિર્માણ થઈ રહેલા પશુ ચિકિત્સાલયનું ઉદ્ઘાટન કરી મુખ્યપ્રધાન ડીસા શહેરમાં પાંચ કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા વિરાસલક્ષી કર્યોનો ઉદ્ઘાટન કરશે. આ સાથે જ મુખ્યપ્રધાન જૂના ડીસા ખાતે શાળાના નવીન ઓરડાનું ઉદ્ઘાટન કરશે. ડીસામાં સ્મશાન ગૃહ જે પાંચ કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યું છે તે સિધ્ધપુર બાદ બીજું આધુનિક સ્મશાન ગૃહ તૈયાર થશે. જેમાં સ્મશાન ગૃહ ઉપરાંત બગીચો અને વ્યાયામ શાળા પણ બનાવવામાં આવશે. ડીસા ખાતે જ્યારે મુખ્યપ્રધાન ત્રણ વિકાસ કાર્યોને લીલી ઝંડી આપવા માટે આવી રહ્યા છે, ત્યારે ડીસાના ધારાસભ્ય પણ આ કાર્યક્રમને લઈ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.
પૂર્વ કેન્દ્રિય પ્રધાન સુષ્મા સ્વરાજના નિધન બાદ મુખ્યપ્રધાનના 7 ઓગસ્ટના તમામ કાર્યક્રમો રાષ્ટ્રીય શોકના ભાગ રૂપે રદ કરવામાં આવ્યા છે. આજે 8 ઓગસ્ટના રોજ યોજનારા કાર્યક્રમમાં મુખ્યપ્રધાન આવશે કે કેમ તે અંગે હજુ સુધી પ્રશ્નાર્થ છે.