ETV Bharat / state

પરિણીતાએ પતિના દબાણથી કંટાળીને ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત - gujaratinews

અમદાવાદ: શહેરમાં આવેલા નારણપુરા વિસ્તારમાં રહેતા પતિને શેરબજારમાં દેવું થઈ ગયું હતું. જેના કારણે તે પત્નીને પિયરમાંથી પૈસા મંગાવવાનું દબાણ કરતો હતો. જેને લઈને પરિણીતાએ કંટાળીને આપઘાત કરી લીધો હતો. આ મામલામાં પરિણીતાના પિતાએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં પતિ તેમજ તેના પરિવાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે પરિણીતાના પતિ અને તેના સસરાની પણ ધરપકડ કરી છે.

પરિણીતાએ પતિના દબાણથી કંટાળીને ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત
author img

By

Published : Jul 21, 2019, 4:56 PM IST

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં સરદાર પટેલનગરમાં રહેતો નિપુલ શાહને શેરબજારમાં સટ્ટો રમવાની આદત હતી. જેના કારણે તેના પર દેવું થઈ ગયું હતું. આ દેવું થઈ જવાના કારણે નિપુલે તેની પત્ની આનલ શાહને પિયરમાંથી પૈસા લાવવા દબાણ કર્યું હતું. આ બાબતે અવારનવાર બંને વચ્ચે ઝઘડા પણ થતા હતા.

પરિણીતાએ પતિના દબાણથી કંટાળીને ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત

ત્યારબાદ અંતે કંટાળીને આનલે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જે અંગે આનલના પિતાએ નિપુલ અને તેના પરિવાર વિરૂદ્ધ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં આપઘાત કર્યાનો તેમજ દુષ્પ્રેરિત કર્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી. જે અંગે પોલીસે આરોપી પતિ અને સસરાની ધરપકડ પણ કરી છે.

Intro:અમદાવાદ:નારણપુરા વિસ્તારમાં રહેતો પતિ શેરબજારમાં દેવું થઈ જતા પત્નીને પિયારમાંથી પૈસા મંગાવવા દબાણ કરતો હોવાથી પત્નીને કંટાળીને આપઘાત કરી લીધો છે જે મામલે પત્નીના પિતાએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં પતિ અને પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.પોલીસે પતિ અને સસરાની ધરપકડ કરી લીધી છે.

Body:નારણપુરા વિસ્તારમાં સરદાર પટેલનગરમાં નિપુલ શાહ રહેતો હતો જેના 2008માં આનલ શાહ સાથે લગ્ન થયા હતા.નિપુલને શેરબજારમાં સટ્ટો રમવાની આદત હતી જેના કારણે દેવું થઈ ગયું હતું.દેવું થઈ જવાનાઈ કારણે નિપુલે પત્ની આનલ પાસે પિયરમાંથી પૈસા લાવવા દબાણ કરતો હતો.અવારનવાર બંને વચ્ચે ઝગડા પણ થતા હતા.અંતે કંટાળીને આનલે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જે અંગે આનલના પિતાએ નિપુલ અને તેના પરિવાર વિરુદ્ધ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં આપઘાત કરવા દુષપ્રેરીત કર્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી જે અંગે પોલીસ આરોપી પતિ અને સસરાની ધરપકડ પણ કરી છે.


બાઈટ-મુકેશ પટેલ(એસીપી- A-ડિવિઝન)Conclusion:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.