મુંબઈ : ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO વર્ષ 2025 માં લોન્ચ થઈ શકે છે. આ ઉપરાંત ટાટા ગ્રુપની ટાટા કેપિટલથી લઈને એલજી ઇલેક્ટ્રોનિક્સ અને ઈ-કોમર્સ જાયન્ટ ફ્લિપકાર્ટ સુધીના કેટલાક મોટા IPO પણ આ વર્ષે બજારમાં આવવાની અપેક્ષા છે.
RELIANCE JIO IPO : જો કે, અત્યાર સુધીનો સૌથી મોટો IPO આમાંથી કોઈનો નથી, પણ ટેલિકોમ લીડર રિલાયન્સ જિયોનો IPO છે, જેને ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીનું સમર્થન છે. રિલાયન્સ જિયો ઈન્ફોકોમની પ્રારંભિક જાહેર ઓફરની (IPO) પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઓફરનું કદ 35,000-40,000 કરોડ રૂપિયાની વચ્ચે હશે.
ક્યારે લોન્ચ થશે IPO ? સૂત્રોએ જણાવ્યું હતું કે, આ જાહેર ઓફરમાં ઓફર ફોર સેલ અને પ્રી-IPO પ્લેસમેન્ટની સાથે નવા ઈશ્યુનો સમાવેશ થશે. રિલાયન્સ ગ્રૂપે આ ઈસ્યુને વર્ષના બીજા ભાગમાં માર્કેટમાં લોન્ચ કરવાનું લક્ષ્ય રાખ્યું છે અને જો તે સમયપત્રક પર પૂર્ણ થશે તો તે ભારતનો સૌથી મોટો IPO હશે.
ભારતનો સૌથી મોટો IPO : રિલાયન્સ જિયોના IPOમાં નવા ઈશ્યુ અને ઓફર ફોર સેલ (OFS)નું મિશ્રણ હોવાની અપેક્ષા છે, જેમાં પ્રી-IPO પ્લેસમેન્ટનો વિકલ્પ પણ સામેલ હશે. જેફરીઝ કરતાં આ એક ઊંચો અંદાજ છે. આ સિવાય તેનું વેલ્યુએશન 120 બિલિયન ડોલરની આસપાસ રહેવાની ધારણા છે. ગયા વર્ષે જુલાઈમાં, વૈશ્વિક બ્રોકરેજોએ રિલાયન્સ જિયો માટે $112 બિલિયનના મૂલ્યની આગાહી કરી હતી.
જેફરીઝ પણ માને છે કે રિલાયન્સ જિયો 2025 માં લિસ્ટ થઈ શકે છે. જેફરીઝે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે રિલાયન્સ જિયો સંભવિતપણે ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે, જે LICના રૂ. 21,000 કરોડથી વધુના રેકોર્ડ IPO ને વટાવી જશે તેવી અપેક્ષા છે.