ETV Bharat / entertainment

સિંગર અરમાન મલિક લગ્નના બંધનમાં બંધાયો, જાણો કોની સાથે લીધા સાત ફેરા - ARMAAN AASHNA WEDDING

સિંગર અરમાન મલિક અને પ્રેમિકા આશના શ્રોફ સાથે લગ્નના બંધનમાં બંધાયો છે. નવદંપતીએ સોશિયલ મીડિયા પર આ ક્ષણોની સુંદર તસવીરો શેર કરી છે.

સિંગર અરમાન મલિક લગ્નના બંધનમાં બંધાયો
સિંગર અરમાન મલિક લગ્નના બંધનમાં બંધાયો (IANS)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 3, 2025, 9:52 AM IST

હૈદરાબાદ : ગાયક અરમાન મલિકના ચાહકો માટે ખુશખબરી છે. ગતરોજ 2 જાન્યુઆરીએ અરમાન મલિકે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર આશના શ્રોફ સાથે પરિવાર અને સંબંધીઓની હાજરીમાં લગ્ન કર્યા. નવદંપતીએ સોશિયલ મીડિયા પર તેમના ખાસ દિવસની એક ઝલક શેર કરતા ચાહકોને જણાવ્યું કે, તેઓ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.

અરમાન મલિક-આશના શ્રોફ લગ્ન : અરમાન મલિક અને આશના શ્રોફે ઇન્સ્ટાગ્રામ પર એક સંયુક્ત પોસ્ટ શેર કરી, જેમાં તેઓએ તેમના લગ્નની અનસીન તસવીરોની સીરિઝ એડ કરી. આ સીરીઝ શેર કરતી વખતે અરમાને કેપ્શનમાં લખ્યું છે, 'તૂ હી મેરા ઘર'.

અરમાન મલિકે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાનો એક ફોટો શેર કર્યો છે, જેમાં તે વરમાલા દરમિયાન તેની દુલ્હન સાથે મસ્તી કરતો જોઈ શકાય છે. આ તસવીર શેર કરતા અરમાને કેપ્શન આપ્યું છે, 'મસ્તી બંધ ન થવી જોઈએ'.

નવવિવાહિત કપલની તસવીરો પર વરુણ ધવન, એશા ગુપ્તા, દિયા મિર્ઝા, ટાઈગર શ્રોફ, દિવ્યાંકા ત્રિપાઠી, કૃતિ ખરબંદા, રિયા ચક્રવર્તી, મૃણાલ ઠાકુર, કુશા કપિલા સહિતના ઘણા સ્ટાર્સે પ્રેમ વરસાવ્યો છે. એશા ગુપ્તાએ કપલને અભિનંદન પાઠવ્યા.

નવદંપતીનું શાનદાર વેડિંગ આઉટફિટ : લગ્નની તસવીરોમાં નવદંપતીને કેસરી રંગના વેડિંગ આઉટફિટમાં જોઈ શકાય છે. આયેશાએ તેના લગ્નના દિવસ માટે નારંગી રંગનો લહેંગા પસંદ કર્યો અને તેને બેબી પિંક રંગની ચુનરી સાથે જોડી દીધો હતો. અરમાને પેસ્ટલ શેડનો શેરવાની સૂટ પહેર્યો છે. લગ્નની વિધિ દરમિયાન કપલને ખુશીની ક્ષણો શેર કરતા જોઈ શકાય છે.

અરમાન-આશનાની લવ સ્ટોરી : અરમાન મલિકે ઓગસ્ટ 2023માં આશના શ્રોફને પ્રપોઝ કર્યું હતું. બાદમાં તેણે પ્રેમિકા માટે 'કસમ સે - ધ પ્રપોઝલ' નામનો એક મ્યુઝિક વીડિયો પણ બહાર પાડ્યો. લગભગ બે મહિના પછી ગયા વર્ષે નવેમ્બરમાં અરમાન મલિક અને આશના શ્રોફે સત્તાવાર રીતે સગાઈ કરી હતી. આ કપલે સગાઈના ફોટા શેર કરતી વખતે, તેને એક લાંબી નોંધ સાથે જોડ્યા હતા.

કોણ છે આશના શ્રોફ ? અરમાન મલિકની પત્ની આશના શ્રોફ એક ભારતીય ફેશન અને બ્યુટી બ્લોગર અને યુટ્યુબર છે. તેણીને કોસ્મોપોલિટન લક્ઝરી ફેશન ઈન્ફ્લુએન્સર ઓફ ધ યર 2023 તરીકે પસંદ કરવામાં આવી હતી.

  1. શોભિતાએ શેર કર્યા 'પેલ્લી કુથુરુ' ના ફોટો: ચહેરા પર મિલિયન ડોલરનું સ્મિત
  2. 'અન્ના' બનશે નાના, દિકરી અથિયા શેટ્ટીએ શેર કરી બેબી બમ્પની પહેલી ઝલક

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.