મુંબઈ: કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 129 પોઈન્ટના ઉછાળા સાથે 80,072.99 પર ખુલ્યો છે તો બીજી તરફ, NSE પર નિફ્ટી 0.03 ટકાના વધારા સાથે 24,196.40 પર ખુલ્યો છે.
ગુરુવારનું બજાર
કારોબારી સપ્તાહના ચોથા દિવસે શેરબજાર ઉછાળા સાથે ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. BSE પર સેન્સેક્સ 1436 પોઈન્ટના ઉછાળા સાથે 79,943.71 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 1.88 ટકાના વધારા સાથે 24,188.65 પર બંધ થયો હતો.
નિફ્ટી પર ટ્રેડિંગ દરમિયાન, બજાજ ફિનસર્વ, આઇશર મોટર્સ, બજાજ ફાઇનાન્સ, મારુતિ સુઝુકી, શ્રીરામ ફાઇનાન્સના શેર્સ ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ અને સન ફાર્માના શેર ટોપ લૂઝરની યાદીમાં સામેલ હતા.
BSE મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.5-0.5 % વધ્યા, ઓટો ઇન્ડેક્સ 3.5 % અને IT ઇન્ડેક્સ 2 % વધવા સાથે તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા રંગમાં ટ્રેડ થયા હતા. નાણાકીય ક્ષેત્રમાં 0.4 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી, જ્યારે ખાનગી બેન્કોમાં 0.5 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી.
આ પણ વાંચો: