અમદાવાદઃ કોરોના વાઈરસનો કહેર દેશમાં યથાવત છે, ત્યારે ગુજરાતમાં અનેક કેસ સામે આવ્યા છે. ડૉકટર, પોલીસ, સરકારી કર્મચારી સહિત અનેક લોકો કોરોના વાઇરસમાં સપડાયા છે, ત્યારે અત્યાર સુધીમાં અમદાવાદના 2 ધારાસભ્યોના કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ સોમવારે વધુ એક ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીને 3 દિવસથી તાવ આવી રહ્યો હતો. જે બાદ તેમનો કોરોનાનો રિપોર્ટ કરાવામાં આવ્યો હતો. આ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ત્યારે તેમને સારવાર માત્ર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ તો થવાણીની હાલત સ્થિર છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ભાજપના નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલનો પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. જેમને હાલ હોસ્પિલમાં સારવાર હેઠળ છે. જમાલપુરના કોંગ્રેસી ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે, તેઓ કોરોના મુક્ત(સ્વસ્થ) થયા છે.