મુંબઈ: આજે વિશ્વ યોગ દિવસ છે જેને આખું વિશ્વ ઉત્સાહ સાથે ઉજવી રહ્યું છે. ત્યારે તેની સાથે સાથે આજે વિશ્વ સંગીત દિવસ પણ છે. સંગીત એ એક એવી કલા છે જે સીધી જ માણસના આત્મા સાથે જોડાય છે.
મશહૂર ગાયક પાપોન આજે વર્લ્ડ મ્યુઝિક ડે પર અમ્ફાન પીડિતની મદદ કરવા માટે એક વર્ચુયલ કૉન્સેર્ટમાં સામેલ થશે. આ એક ફંડરાઈઝર ઈવેન્ટ છે. આ ઈવેન્ટમાંથી જે પણ પૈસા મળશે તેને અમ્ફાન પીડિતની મદદ કરવામાં આવશે.
પાપોન કહે છે કે, બંગાળ ફરી તેમના પગભર ઉભું થાય તેવી મારી કામના છે. બંગાળ હંમેશાથી આનંદદાયક રાજ્ય રહ્યું છે અહી મારું બીજું ઘર છે.ત્યાના લોકો સાથે માકો અટૂટ સંબંધ છે. સૌરેન્દ્ર-સૌમ્યજીતની જોડીના કારણે આ કૉન્સર્ટ આયોજિત થઈ રહ્યો છે. જેના માટે હું તેમની પ્રશંસા કરું છું અને પ્રાર્થના કરું છું કે કલાકારોની મહેનત ફળે.
શર્મિલા ટૈગોર, રશિદ ખાન, હરિહરન, કવિતા કૃષ્ણમૂર્તિ, રેખા ભારદ્રાજ,કૌશિક ચક્રવર્તી અને ઉષા ઉત્થુપ જેવા કલાકારો આ સમારોહમાં સામેલ છે.