ETV Bharat / international

અમેરિકાએ પાકિસ્તાનની મુશ્કેલી વધારી, તાલિબાનનું સમર્થન કરનારા દેશો પર પ્રતિબંધ માટેનું બિલ રજૂ

અમેરિકા (America)ના 22 રિપબ્લિકન સીનેટરે (Republican Senators) અફઘાનિસ્તાનમાં તાલિબાન (Taliban) અને તેને સાથ આપનાી વિદેશી સરકારોની વિરુદ્ધ પ્રતિબંધ લગાવનારા બિલને રજૂ કર્યું. આ બિલને સીનેટર જીમ રિશે (Jim Risch) પ્રસ્તુત કર્યું.

અમેરિકામાં તાલિબાનને સમર્થન કરનારા દેશો પર પ્રતિબંધ લગાવનારું બિલ રજૂ

author img

By

Published : Sep 29, 2021, 8:44 PM IST

  • તાલિબાનનું સમર્થન કરનારા દેશો પર પ્રતિબંધ લગાવવાની તૈયારી
  • અમેરિકાના 22 રિપબ્લિકન સીનેટરે બિલ રજૂ કર્યું
  • તાલિબાનને પાકિસ્તાનના સમર્થનને લઇને વિદેશ પ્રધાન પાસે રિપોર્ટની માંગ

વૉશિંગ્ટન: અમેરિકા (America)ના 22 રિપબ્લિકન સીનેટર (Republican Senators)ના એક જૂથે મંગળવારના અફઘાનિસ્તાન (Afghanistan)માં તાલિબાન પર અને તેનું સમર્થન કરનારી તમામ વિદેશી સરકારો પર પ્રતિબંધ લગાવવાની જોગવાઇવાળું એક બિલ રજૂ કર્યું. 'અફઘાનિસ્તાન કાઉન્ટર ટેરરિઝ્મ, ઓવરસાઇટ એન્ડ એકાઉન્ટેબિલિટી એક્ટ' (Afghanistan Counter Terrorism Oversight And Accountability Act)ને સીનેટર જીમ રિશે રજૂ કર્યું.

શું છે આ બિલ?

બિલ 2001-2020ની વચ્ચે તાલિબાન (Taliban)ને સમર્થન આપવામાં પાકિસ્તાનની ભૂમિકા, જેના કારણે અફઘાનિસ્તાનની સરકાર પડી;સાથે જ પંજશીર ઘાટી તથા અફઘાન પ્રતિકાર વિરુ્ધ તાલિબાનના હુમલામાં પાકિસ્તાનના સમર્થન વિશે વિદેશ પ્રધાન પાસે એક રિપોર્ટની માંગ કરે છે.

અમેરિકા માટે એક નવા આતંકવાદનો ખતરો

જીમ રિશે બિલ રજૂ કર્યા બાદ કહ્યું કે, "અમે અફઘાનિસ્તાનથી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન વહીવટીતંત્રની અવિચારી વાપસીના ગંભીર પ્રભાવો પર ધ્યાન આપવાનું ચાલું રાખીશું. ન જાણે કેટલાય અમેરિકાના નાગરિકો અને અફઘાન સહયોગીઓને અફઘાનિસ્તાનમાં તાલિબાનના ખતરાની વચ્ચે છોડી દેવામાં આવ્યા. આપણે અમેરિકાની વિરુદ્ધ એક નવા આતંકવાદી ખતરાનો સામનો કરી રહ્યા છીએ. તો અફઘાન છોકરીઓ અને મહિલાઓના અધિકારોના હનન કરતા તાલિબાન ખોટી રીતે સંયુક્ત રાષ્ટ્રથી માન્યતા ઇચ્છે છે."

તાલિબાનને મદદ કરનારાઓ પર પ્રતિબંધની માંગ

બિલમાં આતંકવાદનો સામનો કરવા, તાલિબાન દ્વારા કબજો કરવામાં આવેલા અમેરિકન ઉપકરણોનું નિકાલ, અફઘાનિસ્તાનમાં તાલિબાન તથા આતંકવાદ ફેલાવવા માટે રહેલા અન્ય જૂથો પર પ્રતિબંધ અને માદક પદાર્થોની તસ્કરી તથા માનવ અધિકારોના હનને રોકવા માટે રણનીતિઓની જરૂરિયાતની માંગ કરવામાં આવી છે. આમાં તાલિબાન પર અને સંગઠનનું સમર્થન કરનારી તમામ વિદેશી સરકારો પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી છે.

તાલિબાન દોહા કરારનું સન્માન કરવામાં નિષ્ફળ રહ્યું

આ દરમિયાન અમેરિકાના એક ટોચના સૈન્ય જનરલે કહ્યું કે, અફઘાનિસ્તાન પર હવે શાસન કરી રહેલું તાલિબાન 2020ના દોહા કરારનું સન્માન કરવામાં નિષ્ફળ રહ્યું છે અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે સંગઠન અત્યાર સુધી અલકાયદાથી અલગ નથી થયું. યુએસ જોઇન્ટ ચીફ ઑફ સ્ટાફના અધ્યક્ષ જનરલ માર્ક મિલેએ સીનેટની સશસ્ત્ર સેવા સમિતિના સભ્યોથી કહ્યું કે, દોહા કરાર અંતર્ગત અમેરિકાએ તાલિબાન દ્વારા કેટલીક શરતો પૂર્ણ થયા બાદ પોતાની સેના પાછી બોલાવવી જોઇતી હતી, જેનાથી તાલિબાન અને અફઘાનિસ્તાનની સરકારની વચ્ચે એક રાજકીય કરાર થઈ શકે.

તાલિબાને અલ કાયદા સાથે પોતાનો સંબંધ નથી તોડ્યો

તેમણે કહ્યું કે, કરાર પ્રમાણે તાલિબાને 7 શરતો અને અમેરિકાએ 8 શરતો પૂર્ણ કરવાની હતી. મિલેએ કહ્યું કે, તાલિબાને અમેરિકન સેના પર હુમલો નથી કર્યો, જે એક શર્ત હતી, પરંતુ તે દોહા કરાર પ્રમણે કોઈપણ શરતનું સંપૂર્ણ રીતે પાલન કરવામાં નિષ્ફળ રહ્યું. તો કદાચ અમેરિકન રાષ્ટ્રીય સુરક્ષા માટે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે તાલિબાન ક્યારેય પણ અલ કાયદાથી અલગ નથી થયું અથવા તેની સાથે પોતાનો સંબંધ નથી તોડ્યો.

અલ કાયદા અફઘાનિસ્તાનમાં જ છે

અધિકારીએ કહ્યું કે, તો બીજી તરફ અમેરિકાએ પોતાની શરતોને પૂર્ણ કરી. એ સ્પષ્ટ છે કે અફઘાનિસ્તાનમાં યુદ્ધ એ શરતો પર સમાપ્ત નથી થયું, જેના પર અમેરિકા ઇચ્છતું હતું. અમેરિકા દ્વારા 1 મેના અફઘાનિસ્તાનથી સૈનિકો પાછા બોલાવવાનું શરૂ કર્યા બાદ તાલિબાને દેશના અનેક ભાગો પર કબજો કરવાનું શરૂ કર્યું હતું અને 15 ઑગષ્ટના તેણે કાબુલને પણ પોતાના કબજામાં લઈ લીધું. મિલેએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, તેમનું માનવું છે કે અલ કાયદા અફઘાનિસ્તાનમાં છે અને પછી તે એકસાથે આવવા ઇચ્છે છે.

આ પણ વાંચો: અફઘાનિસ્તાનની હવાઈ સીમામાં ડ્રોન ન ઉડાવવા તાલિબાને અમેરિકાને ચેતવણી આપી

આ પણ વાંચો: અફઘાનિસ્તાનમાં 2,500 સૈનિકોની જરૂર છે : અમેરિકી લશ્કરી સેનાપતિ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.