ETV Bharat / entertainment

મુકેશ ખન્નાએ 'બેશરમ રંગ' ગીતને કહ્યું અશ્લીલ, બાળકો પર થશે ખરાબ અસર - Deepika Padukone Besharam Rang

શાહરૂખ ખાનની આગામી ફિલ્મ પઠાણના ગીત બેશરમ રંગનો વિવાદ શમવાનું નામ નથી લઈ (Mukesh Khanna Pathan Movie Controversy) રહ્યો. હવે પીઢ અભિનેતા મુકેશ ખન્નાએ દીપિકા પાદુકોણના ભગવા કપડા પહેરવા બદલ ટીકા કરી છે. તેમમે કહ્યું, કેસરી રંગ એક ધર્મ અને સમુદાય સાથે જોડાયેલો રંગ છે અને તે લોકો માટે પણ તે ઘણો અર્થ ધરાવે છે.

મુકેશ ખન્નાએ 'બેશરમ રંગ' ગીતને કહ્યું અશ્લીલ, બાળકો પર થશે ખરાબ અસર
મુકેશ ખન્નાએ 'બેશરમ રંગ' ગીતને કહ્યું અશ્લીલ, બાળકો પર થશે ખરાબ અસર
author img

By

Published : Dec 17, 2022, 1:10 PM IST

હૈદરાબાદ: શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ અભિનીત ફિલ્મ 'પઠાણ'ના આક્રોશપૂર્ણ ગીત 'બેશરમ રંગ'માં દીપિકા પાદુકોણે કેસરી (Deepika Padukone Besharam Rang) રંગના કપડાં પહેર્યા હોવાનો વિવાદ શમવાનું નામ લઈ રહ્યો નથી. કેટલાક લોકો અભિનેત્રીના સમર્થનમાં છે, તો એક વર્ગ ફિલ્મની વિરુદ્ધમાં છે. હવે ફિલ્મના વિરોધના આ એપિસોડમાં પીઢ અભિનેતા અને 'શક્તિમાન' ફેમ મુકેશ ખન્નાનું નામ પણ જોડાઈ ગયું (Mukesh Khanna Pathan Movie Controversy) છે. રાજકીય અને સામાજિક મુદ્દાઓ પર અવારનવાર પોતાનો અભિપ્રાય આપતા મુકેશ ખન્નાએ પણ આ વિવાદમાં પોતાનું નિવેદન જારી કર્યું છે. આવો જાણીએ આ સળગતા મુદ્દા પર મુકેશ ખન્નાએ શું કહ્યું.

ફિલ્મ પઠાણનો ભારે વિરોધ: આ ફિલ્મ તારીખ 25 જાન્યુઆરી 2023ના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મ રિલીઝ થવામાં વધુ સમય બાકી નથી. આવી સ્થિતિમાં દેશભરમાં ફિલ્મ સામેનો વિરોધ 4 વર્ષ પછી શાહરૂખના પુનરાગમન પર પડછાયો પડી શકે છે. જોકે ફિલ્મ 'પઠાણ'ના પોસ્ટર, ટીઝર અને ટ્રેલર બાદ ચાહકોમાં ફિલ્મને લઈને જબરદસ્ત ક્રેઝ જોવા મળ્યો હતો. પરંતુ ફિલ્મનું પહેલું ગીત 'બેશરમ રંગ' રિલીઝ થતાં જ ફિલ્મ નિર્માતાની તમામ મહેનત પર પાણી ફરી વળ્યુ છે.

કેટલાક સંગઠનો ઉશ્કેરાયા: દીપિકા પાદુકોણના ભગવા કપડા પહેરવાને લઈને વિશ્વ હિંદુ પરિષદ સહિત અનેક હિન્દુ સંગઠનો અને બીજેપી નેતાઓ ઉશ્કેરાયા છે. હવે મુકેશ ખન્નાએ પણ દીપિકાના આ અવતાર સામે વાંધો વ્યક્ત કર્યો છે.

મુકેશ ખન્ના બેશરમ રંગ પર ગુસ્સે: મુકેશ ખન્નાએ 'પઠાણ'ના વિવાદાસ્પદ ગીત 'બેશરમ રંગ'ને તીવ્ર સ્વરમાં અશ્લીલ ગણાવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુકેશે કહ્યું છે કે, 'આજના બાળકો TV અને ફિલ્મ જોઈને મોટા થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં બાળકો પર ખરાબ અસર પડશે. તેથી સેન્સર બોર્ડે આવા ગીતને પાસ ન કરવા જોઈએ'.

સેન્સર બોર્ડંને પ્રશ્ન: મુકેશ ખન્નાએ આ ફિલ્મને લઈને સેન્સર બોર્ડ પર પણ પ્રશ્ન ઉઠાવ્યા છે. તેમણે કહ્યું, 'સેન્સર બોર્ડ સુપ્રીમ કોર્ટ નથી. જેનો વિરોધ ન કરવો જોઈએ'. તેમણે આગળ કહ્યું, 'આપણો દેશ સ્પેન નથી બન્યો, જ્યાં આવા ગીત લાવવામાં આવે છે. અત્યારે તો અડધા કપડામાં જ ગીત બની રહ્યા છે અને થોડા સમય પછી કપડાં વગરના ગીત આવવા લાગશે. સમજાતું નથી કે, સેન્સર બોર્ડ આવા ગીત કેમ પાસ કરે છે.'

કેસરી રંગ ધર્મ સાથે જોડાયેલો રંગ: કેસરી રંગ પર બોલતા મુકેશ ખન્નાએ કહ્યું, 'શું ફિલ્મ નિર્માતા નથી જાણતા કે, કેસરી રંગ એક ધર્મ અને સમુદાય સાથે જોડાયેલો રંગ છે અને તે લોકો માટે પણ તે ઘણો અર્થ ધરાવે છે. તેમણે કહ્યું કે, અમેરિકામાં તમે તેમના ધ્વજની બિકીની પહેરી શકો છો, પરંતુ ભારતમાં તમે આવું કરી શકતા નથી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.