હૈદરાબાદઃ અલ્લુ અર્જુનની ફિલ્મ 5 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. રિલીઝ થતાની સાથે જ આ ફિલ્મે રેકોર્ડ પર રેકોર્ડ તોડી નાખ્યા હતા. આજે 5 જાન્યુઆરીના રોજ ફિલ્મ રિલીઝ થયાને એક મહિનો પૂર્ણ થયો છે અને હજુ પણ થિયેટરોમાં પુષ્પા 2 જોવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. પહેલા કરતા કમાણી ઘટી છે. પરંતુ હજુ પણ પુષ્પા 2 સારી એવી નોટ છાપી રહી છે. તો ચાલો જાણીએ 31મા દિવસે પુષ્પા 2 ની કમાણી.
31મા દિવસે બોક્સ ઓફિસ કલેક્શન
પુષ્પા 2 એ 24 કરોડ રૂપિયા સાથે શાનદાર ઓપનિંગ કરી હતી, આ સાથે જ પુષ્પા 2 હિન્દી બેલ્ટમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ પણ બની ગઈ છે. તે જ સમયે, સ્થાનિક બોક્સ ઓફિસ પર પણ પુષ્પા 2 સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની ગઇ હતી. હવે ફક્ત વર્લ્ડ વાઇડ કમાણીમાં પુષ્પા દંગલથી પાછળ છે. પુષ્પા 2 એ 31માં દિવસે 5.5 કરોડની કમાણી કરી હતી. આ સાથે તેનું કુલ સ્થાનિક કલેક્શન 1200 કરોડ રૂપિયા થઈ ગયું છે. શનિવારે ફિલ્મે હિન્દીમાં 4.35 કરોડ રૂપિયા અને તેલુગુમાં 1 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તેલુગુમાં ફિલ્મની 14.81% ઓક્યુપન્સી રહી હતી. જ્યારે હિન્દીમાં 16.08% ઓક્યુપન્સી નોંધાઈ હતી.
'દંગલ'નો રેકોર્ડ હજુ તૂટવાનો બાકી
'પુષ્પા 2' રિલીઝ થયા બાદ એક પછી એક રેકોર્ડ તોડી રહી છે. સ્થાનિક બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી સાથે, તેણે હિન્દી બેલ્ટમાં પણ સૌથી વધુ કમાણી કરી છે. 'પુષ્પા 2'એ 'બાહુબલી 2'નો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. હવે અલ્લુ અર્જુનની ફિલ્મથી આગળ ફક્ત આમિર ખાનની 'દંગલ' જેને વર્લ્ડ વાઇડ 2000 કરોડની કમાણી કરી હતી. જ્યારે 'પુષ્પા 2' એ વર્લ્ડવાઇડ બોક્સ ઓફિસ પર 1800 કરોડ રુપિયાનો આંકડો પાર કરી દીધો છે.
'ગેમ ચેન્જર'ની પડી શકે અસર
હાલમાં 'પુષ્પા 2' પાસે 10 જાન્યુઆરી સુધીનો સમય છે. જ્યાં તે વધુ પૈસા કમાઇ કરી શકે છે. કારણ કે, આ દિવસે રામ ચરણની 'ગેમ ચેન્જર' રિલીઝ થવા જઈ રહી છે. જેની અસર 'પુષ્પા 2'ની કમાણી પર પડી શકે છે. હાલમાં, અલ્લુ અર્જુનની ફિલ્મે વર્લ્ડવાઇડ 200 કરોડ રૂપિયાની વધુ સફર હજુ કરવાની છે, જે મુશ્કેલ તો નથી. પરંતુ સરળ પણ નથી. આ 5 દિવસમાં ખબર પડશે કે, 'પુષ્પા 2' આમિર ખાનની 'દંગલ'નો રેકોર્ડ તોડવામાં સફળ થાય છે કે નહીં.
'પુષ્પા 2'નું વીક વાઇઝ ઘરેલું કલેક્શન
પ્રથમ સપ્તાહ - 725.8 કરોડ
બીજો સપ્તાહ - 264.8 કરોડ
ત્રીજો સપ્તાહ - 129.5 કરોડ
ચોથા સપ્તાહ- 69.65 કરોડ
આ પણ વાંચો: