- રાજકોટ કોંગ્રેસમાં હોબાળો
- ટિકિટ નહીં મળતાં મહિલા કાર્યકરે કર્યો વિરોધ
- ધરણાં યોજી કર્યો વિરોધ
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમા વિરોધ વંટોળ વકડીયો રાજકોટના વોડ નંબર 13માં જોવા મળ્યો છે. કોંગ્રેસે જાહેર કરેલી યાદીમાં ટિકિટ કપાતા કાર્યકરો પરિવાર સાથે કોંગ્રેસ કાર્યલય વિરોધ કરવા પહોંચી ગયાં હતા. જેમણે ધરણાં કરીને વિરોધ કર્યો હતો.
પાર્ટીમાં કામ કર્યું છતાં હક્ક માટે લાડવું પડે છે
આ અંગે રાજકોટ કોંગ્રેસના મહિલા કાર્યકર સરોજ રાઠોડે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગત 5 વર્ષથી પાર્ટી સાથે કામ કરૂ છું. આમ છતાં ન્યાય મળતો નથી. પાર્ટીના કોઈપણ કાર્યક્રમ દરમિયાન ઘરના કામમાં પણ ધ્યાન આપ્યું નથી. બાળકોને ઘરે મૂકીને કોંગ્રેસમાં કામ કર્યુ છે. આમ છતાં ન્યાય આપવામાં આવ્યો નથી.
વોર્ડ મુજબ નામ
- વોર્ડ નંબર-2: નિમિષા રાવલ, અતુલ રાજાણી, યુનુશ જુણેજા
- વોર્ડ નંબર-3: કાજલ પુરબીયા, ગાયત્રીબા વાઘેલા, દિલીપ અસવાની
- વોર્ડ નંબર-4: ઠાકરશી ગજેરા
- વોર્ડ નંબર-5: લાભુ ઠુંગા, હર્ષદ વાઘેરા
- વોર્ડ નંબર-6: કિરણ સોનારા, મોહન સોજીત્રા
- વોર્ડ નંબર-7: પડાયા વૈશાલી, કરચલીયા વિશાખા, કેતન જારીયા
- વોર્ડ નંબર-8: સવિતા શ્રીમાળી, પટેલ દ્રષ્ટિ, નયન ભોરાણીયા
- વોર્ડ નંબર-9: પ્રતિમા વ્યાસ
- વોર્ડ નંબર-10: જયશ્રીબેન મેહતા, અભિષેક તાળા
- વોર્ડ નંબર-11: વસંત માલવી, પારૂલ ડેર, પરેશ હરસોડા
- વોર્ડ નંબર-12: મિતા મારડીયા, સંજય અજુડિયા
- વોર્ડ નંબર-13: ગીતા મૂછડિયા, રવિ વેકરીયા
- વોર્ડ નંબર-14: વાગડિયા શ્વેતા, મનસુર વાળા, શિયાણી અંકિત
- વોર્ડ નંબર-15: કોમલ ભારઇ, સોરાણી ભાનુ, વશરામ સાગઠીયા
- વોર્ડ નંબર-16: બાબુ ઠેબા
- વોર્ડ નંબર-17: વસંત પીપડિયા, અશોક ડાંગર
- વોર્ડ નંબર-18: ધર્મિષ્ઠા જાડેજા, નિર્મળ મારૂ, હસમુખ સોજીત્રા