ETV Bharat / city

નરેશ કનોડિયાના અંતિમ દર્શન માટે ચાહકોની જીદ, એમ્બ્યુલન્સ હાઇવે પર રોકવી પડી - નરેશ કનોડિયાને અશ્રુભીની વિદાય

ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયા અને મહેશ કનોડિયા બંન્ને બંધુઓએ દુનિયાને વિદાય આપી છે. 25 ઓક્ટોબરે મહેશ કનોડિયા અનેે 27 ઓક્ટોબરે ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ કલાકાર નરેશ કનોડિયાએ યુ.એન.મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. ગાંધીનગર સ્થિત સેક્ટર 30ના સ્મશાન ખાતે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

naresh-kanodias-last-yatra-people-insisted-on-seeing-him-stopping-the-ambulance
નરેશ કનોડિયાની અંતિમ યાત્રામાં લોકોએ દર્શનની જીદ કરી, એમ્બ્યુલન્સ રોકાવી
author img

By

Published : Oct 27, 2020, 5:33 PM IST

  • નરેશ કનોડિયાના અંતિમ દર્શન માટે લોકો ઉમટ્યા
  • લોકોની માંગણીને ધ્યાને લઈ એમ્બ્યુલન્સ ઉભી રાખી
  • અંતિમયાત્રામાં 50થી વધુ કારનો કાફલો જોવા મળ્યો
  • હિતુ કનોડિયાએ PPE કીટ સાથે અગ્નિદાહ આપ્યો
  • ગાંધીનગરઃ ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયા અને મહેશ કનોડિયા બંન્ને કનોડિયા બંધુઓએ દુનિયાને વિદાય આપી છે. 25 ઓક્ટોબરે મહેશ કનોડિયા અનેે 27 ઓક્ટોબરે ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ કલાકાર અને રાજકારણમાં પણ આગવી પ્રતિષ્ઠા ધરાવતા નરેશ કનોડિયાએ યુ.એન.મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. ત્યારે અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલથી અભિનેતાના પાર્થિવ દેહને ગાંધીનગર સ્થિત સેક્ટર 30ના સ્મશાન ખાતે લાવવામાં આવ્યો હતો. નરેશ કનોડિયાની અંતિમ યાત્રામાંં સ્વજનોએ ભારે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.

એમ્બ્યુલન્સની પાછળ કારનો મોટો કાફલો
નરેશ કનોડિયાના મૃતદેહને અમદાવાદની સિવિલ હોસ્પિટલથી ગાંધીનગર સ્મશાન તરફ લાવવામાં આવી રહ્યો હતો, ત્યારે 50થી વધુ ગાડીઓનો કાફલો એમ્બ્યુલન્સની પાછળ જોડાયો હતો. જ્યારે ગાંધીનગર સ્મશાન ગૃહ ખાતે પણ ઘણા લોકો અંતિમદર્શન માટે જોડાયા હતા.

ચાહકોએ એમ્બ્યુલન્સ હાઇવે પર ઉભી રખાવી
અભિનેતાની અંતિમયાત્રામાં એમ્બ્યુલન્સ અને ગાડીઓનો કાફલો ગાંધીનગર અમદાવાદ હાઇવે પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ફિલ્મ કલાકાર નરેશ કનોડિયાના ચાહકોએ હાઇવે ઉપર આવીને એમ્બ્યુલન્સને રોકાવામાં આવી હતી. એમ્બ્યુલન્સને રોકાવ્યા બાદ અભિનેતાના અંતિમ દર્શન માટેની જીદ પકડી હતી. ત્યારે લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને એમ્બ્યુલન્સને હાઇવે ઉપર જ ઉભી રાખી દેવામાં આવી હતી. બાદમાં લોકોએ અંતિમ દર્શન કર્યા હતા, જેમાં મહિલાઓએ પણ નરેશ કનોડિયાને અશ્રુભીની વિદાય આપી હતી.

નરેશ કનોડિયાની અંતિમ યાત્રામાં લોકોએ દર્શનની જીદ કરી, એમ્બ્યુલન્સ રોકાવી

હિતુ કનોડિયા PPE કીટમાં જોવા મળ્યા
નરેશ કનોડિયાના પુત્ર અને ઈડરના ધારાસભ્ય હિતુ કનોડિયા એમ્બ્યુલન્સમાં તેમના પિતાના મૃતદેહ સાથે PPE કિટમાં જોવા મળ્યા હતા. જ્યારે સ્મશાન ગૃહમાં નરેશ કનોડિયાને લઈ જઈ રહ્યા હતા ત્યારે લોકોએ આખરી ઝલક જોવા માટે પડાપડી કરી હતી. ચાહકો એકી સાથે ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સનું પણ ઉલ્લંઘન થતું પણ જોવા મળ્યું હતું. તો પુત્ર હિતુ કનોડિયાએ મુખાગ્નિ આપી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.