ETV Bharat / city

વડાપ્રધાન મોદીના ભારતની આઝાદીના 75 વર્ષે શું છે પાંચ આધાર સ્તંભ?

author img

By

Published : Mar 12, 2021, 6:26 PM IST

Updated : Mar 12, 2021, 11:02 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવનો આજે શુક્રવારે સાબરમતી આશ્રમથી પ્રારંભ કરાવ્યો છે તેમજ 81 દાંડી યાત્રિકોની કૂચને લીલીઝંડી દર્શાવીને રવાના કરી છે. વડાપ્રધાન મોદીએ આઝાદીના અમૃત મહોત્સવના પ્રારંભના દિવસે આઝાદીમાં ફાળો આપનારા રાજ્યો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કર્યા અને ભારતના બંધારણના ગૌરવની વાત કરી હતી. તેમજ આઝાદીના 75 વર્ષે પાંચ આધાર સ્તંભની વાત કરી હતી. આવો સમજીએ આઝાદીના પાંચ આધાર સ્તંભને

વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદી
  • પીએમ મોદીના પાંચ આધાર સ્તંભ જાણો
  • આઝાદીના 75 વર્ષે અમૃત મહોત્સવ 75 અઠવાડિયા ચાલશે
  • પાંચ આધાર સ્તંભ આગળ વધવાની પ્રેરણા આપશે

અમદાવાદ : "मैं देश के स्वाधीनता संग्राम में अपने आपको आहूत करने वाले, देश को नेतृत्व देने वाली सभी महान विभूतियों के चरणों में नमन करता हूँ, उनका कोटि-कोटि वंदन करता हूँ

Freedom Struggle,

Ideas at 75,

Achievements at 75,

Actions at 75,

और Resolves at 75

ये पांचों स्तम्भ आज़ादी की लड़ाई के साथ साथ आज़ाद भारत के सपनों और कर्तव्यों को देश के सामने रखकर आगे बढ़ने की प्रेरणा देंगे"

પાંચ આધાર સ્તંભ કયા?

આ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવના પ્રારંભ સમયે કરેલ સંબોધનનો અંશ. આપણને પ્રશ્ન એ થાય કે મોદી આ શું બોલ્યા હશે. તેનો અર્થ સમજીએ તો ખૂબ ઊંડો છે. આઝાદીના પાંચ આધાર સ્તંભ જોઈએ તો (1) આઝાદીના 75 વર્ષે આઝાદીની લડતના લડવૈયાઓને યાદ કરવા જોઈએ. (2) આઝાદીના 75 વર્ષ પછી આપણે નવા વિચારોને અમલમાં મુકવા જોઈએ (3) નવી સિદ્ધિઓ કઈ કઈ હાંસલ કરી છે, અને હવે કઈ સિદ્ધિઓ હાંસલ કરીશું, તેની યાદી બનાવવી જોઈએ. (4) આઝાદી પછીના 75 વર્ષમાં કયા કામ કર્યા અને હવે ન્યૂ ઈન્ડિયા બનાવવા માટે શું કામ કરીશું અને (5) આઝાદીના 75 વર્ષમાં આપણે અનેક સમસ્યાઓનો ઉકેલ મેળવ્યો છે, અને હવે આપણે નવા સંકલ્પ લઈને આગળ વધવાનું છે. આ પાંચ આધાર સ્તંભ આઝાદીની લડાઈની સાથેસાથે આઝાદ ભારતના સ્વપ્નો અને કર્તવ્યોને દેશની સામે રાખીને આગળ વધવાની પ્રેરણા આપે છે.

આઝાદીના અમૃત મહોત્સવનો પ્રારંભ
આઝાદીના અમૃત મહોત્સવનો પ્રારંભ

જયવંતભાઈ પંડ્યાનો ભાવાર્થ

વરિષ્ઠ પત્રકાર જયવંતભાઈ પંડ્યાએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહેવાનો ભાવાર્થ એ છે કે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા છે, @75 હવે પછીનું ભારત કેવું હશે? (1) કેવી સ્ટ્રગલ કરીશું (2) કેવા આઈડિયા (3) કઈ સિદ્ધિઓ (4) કયા કાર્યો અને (5) કેવો ઉકેલ લાવીશું? આ પાંચ આધાર સ્તંભનો વિચાર કરીશું તો જ આપણે ભારતને નવી દિશા આપી શકીશું. આ પાંચ આધાર સ્તંભ આપણે માર્ગદર્શન આપશે.

વડાપ્રધાન મોદીના ભારતની આઝાદીના 75 વર્ષે શું છે પાંચ આધાર સ્તંભ?

આ પણ વાંચોઃ દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવતા એવું લાગી રહ્યું છે કે, તમામ તીર્થસ્થાનોનો સંગમ આજે થયો છે: વડાપ્રધાન મોદી

દિલીપ ગોહિલે મોદીનું સુત્ર સમજાવ્યું

વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ ગોહિલે ETV Bharat સાથીની વાતચીતમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી કયાયં પણ ભાષણ આપે ત્યારે તેઓ કોઈને કોઈ સુત્ર આપવા ટેવાયેલા છે. જે મુજબ આજે અમૃત મહોત્સવના પ્રારંભે તેમણે આઝાદીના 75 વર્ષની વાતને વણીને પ્રેરણાત્મક સંબોધન કર્યું છે. 75 વર્ષનો સંઘર્ષ યાદ કરીને નવા વિચારોને અમલમાં મુકીને સિદ્ધિઓ મેળવવી જોઈએ તેમજ હવે પછી કરવાના કાર્યોનો સંકલ્પ લેવા જોઈએ. જો આ પાંચ આધાર સ્તંભને આપણે નજર સમક્ષ રાખીશું તો નવા ભારતના નિર્માણમાં આપણે ઝડપથી આગળ વધી શકીશું. પીએમ મોદીએ આઝાદીના 75 વર્ષ પછી વધુ ધ્યાન રાખવા અને અરીસો સાથે રાખવા, તેમજ મક્કમ ઈરાદા સાથે આગળ વધવા માટેનો ગર્ભિત ઈશારો કર્યો છે.

અમદાવાદથી બ્યૂરો ચીફ ભરત પંચાલનો વિશેષ અહેવાલ

Last Updated : Mar 12, 2021, 11:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.