નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં બુધવારે સતત અગિયારમા દિવસે પણ તેજી જોવા મળી હતી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બુધવારે એક લીટર પેટ્રોલ 55 પૈસાના વધારા સાથે 77.28 રુપિયામાં મળી રહ્યું છે, તો ડીઝલ 60 પૈસાની તેજી સાથે 75.79 રુપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા ઇંધણની કિંમતોમાં નરમાશ હોવા છતાં ઘરેલુ બજારમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો યથાવત છે. આજે (બુધવારે) ફરી એકવાર બંને ઇંધણોની કિંમતમાં વધારો થયો છે. છેલ્લા 11 દિવસોમાં પેટ્રોલ જ્યાં 6 રુપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે, તો ડીઝલની કિંમતમાં પણ 6.40 રુપિયાનો પ્રતિ લીટર વધારો થયો છે.
પેટ્રોલની કિંમતો પ્રતિ લીટર
- દિલ્હીઃ 77.28 રુપિયા
- મુંબઇઃ 84.15 રુપિયા
- કોલકાતાઃ 79.08 રુપિયા
- ચૈન્નઇઃ 80.86 રુપિયા
ડીઝલની કિંમતો પ્રતિ લીટર
- દિલ્હીઃ 75.79 રુપિયા
- મુંબઇઃ 74.32 રુપિયા
- કોલકાતાઃ 71.38 રુપિયા
- ચૈન્નઇઃ 73.69 રુપિયા
SMS કરીને જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
તમે તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ SMS દ્વારા પણ ચેક કરી શકો છો. ઇન્ડિયન ઓઇલના ઉપભોક્તા RSP<ડીલર કોડ> લખીને 9224992249 નંબર પર અથવા HPCLના ઉપભોક્તા HPPRICE <ડીલર કોડ> લખીને 9222201122 નંબર પર મોકલી શકો છો. બીપીસીએલ ઉપભોક્તા RSP <ડીલરકોડ> લખીને 9223112222 નંબર પર મોકલી શકો છો અથવા તો આઇઓસીની વેબસાઇટ (https://www.iocl.com/Products/PetrolDieselPrices.aspx) પર જઇને પણ તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ જાણી શકો છો.
દરરોજ 6 કલાકે નક્કી થાય છે કિંમતો
વધુમાં જણાવીએ તો પ્રતિ દિવસ સવારે છ કલાકે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે છ કલાકથી જ નવા રેટ લાગુ થઇ જતા હોય છે.
કઇ રીતે નક્કી થાય છે ઇંધણના ભાવ?
વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડની કિંમતો શું છે, તેના આધાર પર રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થતો હોય છે. આ જ ધોરણોને આધારે પેટ્રોલ રેટ અને ડીઝલ રેટ નક્કી કરવાનું કામ ઇંધણ કંપનીઓ કરતી હોય છે.