નવસારી: નવસારીમાં મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PI લાંચ પેટે iPhone લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં પી.આઈ દિનેશ કુબાવત પકડાઈ ગયા હતા. ખાસ બાબત એ છે કે PI આગામી થોડા સમયમાં જ નિવૃત્ત થવાના હતા. જોકે નિવૃત્તિ પહેલા તેમના પર હવે લાંચ લેવાના આરોપ લાગ્યા છે.
લાઈટ ડીઝલ વેચાણની પરવાનગી આપવા માંગી લાંચ
વિગતો મુજબ, નવસારી જિલ્લામાં આવેલા ધોલાઈ બંદર ખાતે બોટમાં વપરાતા છૂટક લાઈટ ડીઝલ ઓઇલના વેચાણનો પરવાનો ફરિયાદીને જોઈતો હતો. જેથી ફરિયાદીને PIએ અસલ પરવાનો લઈને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો અને તેમજ છૂટક લાઈટ ડીઝલનું વેચાણ કરવું હોય તો 'મારો વ્યવહાર કરવો પડશે, નહીંતર ધંધો બંધ કરાવી દઈશ' તેમ કહી ધમકી આપી હતી. અને હાલમાં નવો લોન્ચ થયેલો એપલ કંપનીનો iphone 16 ની તેમણે લાંચ તરીકે માંગ્યો હતો. પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી સીધા જ ACB કચેરીએ પહોંચીને સમગ્ર ઘટના જણાવી હતી. ત્યારબાદ એસીબી ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું હતું.
લાંચમાં માંગ્યો iPhone 16
છટકા દરમિયાન મરીન પોલીસના PI દિનેશ કુમાવતે 1,44,900 કિંમતનો iphone મોબાઈલ સ્વીકારતા રંગે હાથ પકડાઈ ગયા હતા. જેના આધારે ACBએ તેમની ધરપકડ કરી છે. ચોંકાવનારી બાબત એ છે કે આરોપી અધિકારી ટૂંક સમયમાં નિવૃત્ત થવાના હતા, જોકે આ પહેલા તેમના લાંચ કેસમાં પકડાવવાના અને ACB દ્વારા તેમની ધરપકડ થતા નવસારી જિલ્લામાં પોલીસ બેડામાં ફફડાટ વ્યાપ્યો છે.
આ પણ વાંચો: