ETV Bharat / sports

તાપીમાં કરોડોના ખર્ચે બનશે રમત - ગમત સંકુલ, છેવાડાના ગામના ખેલાડીઓને મળશે અદ્યતન સુવિધાઓ - SPORTS ACADEMY OPEN IN TAPI

તાપી જિલ્લામાં રમત - ગમત ક્ષેત્રેને વધુને વધુ પ્રોત્સાહન મળે તે ઉદેશ્યથી રમત - ગમત સંકુલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જનાઓ તેની ખાસિયતો…

તાપીમાં કરોડોના ખર્ચે બનશે રમત - ગમત સંકુલ
તાપીમાં કરોડોના ખર્ચે બનશે રમત - ગમત સંકુલ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Sports Team

Published : 5 hours ago

Updated : 5 hours ago

તાપી: મહત્તમ આદિવાસી વિસ્તાર એવા તાપી જિલ્લામાં રમત - ગમત ક્ષેત્રેને વધુને વધુ પ્રોત્સાહન મળે તે ઉદેશ્યથી તાપી જિલ્લામાં કરોડો રૂપિયાના ખર્ચે રમત - ગમત સંકુલનું નિર્માણ થઈ રહ્યું છે, સરકાર ખેલ મહાકુંભ , રમશે ગુજરાત જીતશે ગુજરાત જેવા વિવિધ કાર્યક્રમોની સાથે ખેલને વધુ વેગ આપી ગુજરાતના છેવાડાના ગામોના ખેલાડીઓને પણ યોગ્ય પ્લેટફોર્મ અને યોગ્ય તાલીમ મળી રહે તે ઉદેશ્યથી આ રમત સંકુલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

તાપીમાં કરોડોના ખર્ચે બનશે રમત - ગમત સંકુલ (ETV Bharat Gujarat)

સંકુલમાં આટલી રમતોનો સમાવેશ:
અંદાજિત દસ કરોડના ખર્ચે બની રહેલા આ રમત સંકુલ માં ઇન્ડોર અને આઉટ-ડોર રમતોનો સમાવેશ થશે જેમાં બાસ્કેટબોલ, વોલીબોલ, બેડમિન્ટન, ખોખો, કબડ્ડી, રાયફલ શુટિંગ, ટેબલ ટેનિસ, ઝૂડો કુસ્તી, એથલેટિક્સ ટ્રેક તથા લોન ટેનિસ જેવી જુદી જુદી રમતોના સાધનો અને મેદાનો અહી ઉપલબ્ધ થશે. તેવીજ રીતે સોનગઢ ખાતે તાલુકા કક્ષાનું ઇન્ડોર અને આઉટડોર ગ્રાઉન્ડ બનાવવાની તૈયારીઓ પણ ગૂજરાત સ્પોર્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવી રહી છે.

તાપીમાં કરોડોના ખર્ચે બનશે રમત - ગમત સંકુલ
તાપીમાં કરોડોના ખર્ચે બનશે રમત - ગમત સંકુલ (ETV Bharat Gujarat)

દેશને મળશે નવી ઓળખ:

તાપી જિલ્લામાં આ સંકુલ બનવાથી ઘણા આદિવાસી વિસ્તારના ખેલાડીઓને ઘર આંગણે યોગ્ય તાલીમ મળી રહેશે અને ભવિષ્યમાં તેઓ રાષ્ટ્રીય કે આંતરાષ્ટ્રીય સ્તર પર જોવા મળી શકે છે. આ સાથે હોસ્ટેલમાં રહેતા દક્ષિણ ગુજરાતના ખેલાડીઓ પણ પોતાનો અભ્યાસ બગાડ્યા વિના અહી રહીને મનપસંદ રમતોની તાલીમ મેળવી શકે છે. આવનાર દિવસોમાં દોડ - વીર સરિતા ગાયકવાડ જેવા અનેક ખેલાડીઓ દેશને અને ગુજરાતને નવી ઓળખ આપશે.

જિલ્લા રમત ગમત વિકાસ અધિકારી ચેતન પટેલ એ જણાવ્યું હતું કે, 'તાપી જિલ્લામાં સ્પોર્ટ અથોરિટી ઓફ ગુજરાત દ્વારા ઇન્ડોર મલ્ટી પરપસ હોલ અને આઉટડોર જુદી જુદી રમતોના ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યા છે. ઇન્ડોરની અંદર ટેબલ ટેનિસ, બેડમિન્ટન, બાસ્કેટબૉલ, ઝૂડો કુસ્તી જેવી બધીજ રમતો રમી શકાશે. આઉડોરની અંદર ખોખો, કબડ્ડી, એથલેટિક્સ ટ્રેક, લોન ટેનિસ જેવી રમતો માટેની સુવિધાનું નિર્માણ રહ્યું છે. અને સોનગઢની અંદર તાલુકા કક્ષાનું કોમ્પલેક્ષ બની રહ્યું છે, જેમાં ઇન્ડોર મલ્ટી પરપસ હોલ અને આઉટ ગ્રાઉન્ડ ની તૈયારી સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:
  1. ભારત - વેસ્ટ વનડે મેચ: ભારતે ઊભો કર્યો પહાડ જેવો સ્કોર, ફરીથી સ્મૃતિ મંધાનાએ રમી તોફાની ઈનિંગ્સ
  2. 2036 ઓલમ્પિકની તૈયારીઓ શરૂ…જૂનાગઢમાં સિદ્દી ખેલાડી માટે ટ્રેનીગ કેમ્પનું આયોજન

Last Updated : 5 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.