ભાવનગર: જિલ્લામાં શેત્રુંજી ડેમમાંથી ડાબા જમણા કાંઠાની કેનાલમાંથી પાણી આપવાની માંગ તંત્ર પાસે ખેડૂતો કરતા રહે છે. કેનાલમાંથી પાણી મેળવવા માટે ખેડૂતોને તંત્રની કાગળ પરની પ્રક્રિયા કરવી પડે છે. ભાવનગર જિલ્લાના સૌથી મોટા ડેમમાંથી સિંચાઈનું પાણી છોડવામાં આવ્યું છે. ત્યારે કેનાલ કાંઠે આવેલા ખેતરોમાં લીલા પાક લહેરાતા હતા. ત્યારે કેનાલમાં વહેલા પાણી છોડવાને મુદ્દે ખેડૂતોનું શું કહેવું છે?. કેનાલના પાણીથી ખેડૂતો કયા કયા રવિ અને ઉનાળું પાક લઈ રહ્યા છે?. તે જાણવા માટે ETV BHARAT ભાવનગરથી 50 KM દૂર ભદ્રાવળ-2 ગામે પહોંચ્યું હતું. જ્યાં ખેડૂતોનું શું કહેવું છે, તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.
આ પાણી કેનાલ દ્વારા ક્યાં સુધી જાય છે?: ભાવનગરથી 50 KM દૂર આવેલી શેત્રુંજી કેનાલ પર ETV BHARATએ જઈને ખેડૂતોનું શું કહેવું છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. ભદ્રાવળ-2 ગામ નજીક આવેલી કેનાલ ખાતે ખેતર ધરાવતા અને ભદ્રાવળ-2 ગામના રહેવાસી ખેડૂત બટુકભાઈ બલદાણીયાએ જણાવ્યું કે, આ વખતે સરળતાથી પાણી મળી ગયું છે. ખેડૂતની જરૂરિયાત પ્રમાણે આવી ગયું છે. હજી પાણી ખૂટતા નહોતા ત્યાં આવી ગયું છે. અત્યારે ડુંગળી અને ચણાનું વાવેતર કરેલું છે. ખાસ કરીને ઉનાળુ શીંગનો પાક વાવતા હોય ત્યારે કેનાલમાં પાણી આવ્યું છે. આ પાણી કેનાલ દ્વારા તળાજા, પાલીતાણા, ભાવનગર ઘોઘાથી ભુંભલી સુધી જાય છે.
શું આ વર્ષે વિરોધ પ્રદર્શન થશે કે નહી?: ખેડૂત બટુકભાઈ બલદાણીયાએ વધુમાં જણાવ્યું કે, ઉનાળુ શીંગનો પાક દર વખતે કૂવામાં પાણી ખાલી થઈ જવાથી કેનાલના પાણીને કારણે જ થાય છે. ખાસ કરીને ઉનાળામાં વધુ ઉપયોગ થાય છે. આ વર્ષે કોઈ વિરોધ પ્રદર્શન કરવો પડે તેની નોબત નથી આવી. સમયસર પાણી આવી ગયું છે. અગાઉ કૂવામાંથી પાણી ખૂટી જતું હતું. કેનાલમાં પાણી ન આવે તો સમસ્યા સર્જાતી હતી. આ વખતે આવું નથી બન્યું, આ વખતે મગફળી કે શીંગ કરવી છે. મોટા ભાગના ખેડૂતો વિસ્તારમાં શીંગનું પાછોતરું બાજરી કરતા પહેલા વાવેતર કરે છે. જેથી ઉનાળામાં પાણી ખૂટે નહી.
ક્યાં સુધી પાણી મળશે પાણી ?: ભાવનગરના સિંચાઈ વિભાગના અધિકારી એ.એમ. બાલધીયાએ જણાવ્યું કે, ગત 15 જાન્યુઆરીથી ડાબા અને જમણા કાંઠાની કેનાલમાં છોડવામાં આવ્યું છે. 5 તાલુકાના 122 ગામડાઓને તેનો લાભ મળવાનો છે. જેમાં 11550 હેકટર જમીનને લાભ મળશે. ડાબા કાંઠાની કેનાલ 90 KM લાંબી છે અને જમણા કાંઠાની કેનાલ 60 KM લાંબી છે. જાન્યુઆરીથી લઈને આગામી એપ્રિલ માસ સુધીના અંત સુધી પાણી આપવામાં આવશે.
આ પણ વાંચો: