અમદાવાદ: અમદાવાદમાં હઝરતે શાહેઆલમ સરકારનું ઉર્સ ધૂમધામથી મનાવવામાં આવી રહ્યો છે. 15 દિવસ સુધી ઉજવાતા આ ઉર્સમાં દુનિયાભરથી હજારો સંખ્યામાં શ્રદ્ધાળુ હઝરત શાહેઆલમ સરકારની દરગાહ શરીફ માટે હાજરી આપતા હોય છે. આ ઉર્સમાં ઈસ્લામી મહિના પ્રમાણે ચાંદ દેખાતા જ દર વર્ષે લાડુ વહેંચવામાં આવે છે. આ પરંપરા ઘણા વર્ષોથી ચાલુ છે. હઝરત શાહેઆલમના ઉર્સ નિમિત્તે 15 માં દિવસે ચાંદથી સંદલ શરીફ ગુલપોષી, મહેફીલે શમા તેમજ બીબીઓનો મેળો ભરાય છે.
શાહેઆલમ સરકારનો 566મો ઉર્સ: અમદાવાદ શહેરના શાહેઆલમ વિસ્તારમાં હઝરત સૈયદ સિરાજુદ્દીન શાહેઆલમનો ભવ્ય મકબરો આવેલો છે. તેને જોવા અને ઝીયરત કરવા માટે ઉર્સના દિવસોમાં દરરોજ 1 લાખ લોકો આવે છે. આ પ્રસંગે હઝરત શાહેઆલમ દરગાહના વહીવટ કમિટીના મેમ્બર ફારુક કંસારા એ જણાવ્યું હતું કે,'આ વર્ષે હઝરત શાહેઆલમ સરકારનું 566મો ઉર્સ મનાવવામાં આવી રહ્યો છે.
મન્નતના લાડુ: શાહેઆલમ એ કોમી આસ્થાનું એક પ્રતીક છે. અહીંયા બધા સમુદાયના લોકો આવતા હોય છે અને પોતાની બાધા રાખતા હોય છે. શાહેઆલમ (ર.અ) દ્વારા બધાની પ્રાર્થનાઓ અને બાધાઓ પૂરી કરવામાં આવે છે. સમગ્ર ગુજરાતથી અહીંયા લોકો આવીને લાડુ વહેંચે છે અને ગરીબ લોકો અને શ્રદ્ધાળુઓને આ લાડુ આપવામાં આવે છે. આ લાડુને મન્નતના લાડુ પણ કહેવામાં આવે છે.
![શાહેઆલમ સરકારનો 566 મો ઉર્સ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/22-12-2024/gj-ahd-03-shahealamurs-specialstory-7205053_22122024173716_2212f_1734869236_339.jpg)
તેમણે બધું જણાવ્યું હતું કે, 'આ વર્ષે શાળા માટે બહુ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ દ્વારા પણ ખડે પગે કામગીરી ચાલુ છે અને મેડિકલ ટીમની વ્યવસ્થા પણ છે. કોઈ શ્રદ્ધાળુને કોઈ પરેશાની કે હેરાન ગતિ ના થાય તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા અમારા તરફથી અને પોલીસ પ્રશાસન તરફથી કરવામાં આવી છે.'
![હઝરત સૈયદ સિરાજુદ્દીન શાહેઆલમનો ભવ્ય મકબરો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/22-12-2024/gj-ahd-03-shahealamurs-specialstory-7205053_22122024173716_2212f_1734869236_456.jpg)
સમગ્ર દુનિયાથી શ્રદ્ધાળુઓ ઉમટ્યા: તો બીજી તરફ શાહેઆલમ દરગાહના ખાદીમ સુબાખાન પઠાણે જણાવ્યું હતું કે, 'શાહેઆલામ આખી દુનિયાના શહેનશાહ છે. શાહેઆલમના ઉર્સ નિમિત્તે આખી દુનિયાથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે. 20 જમાદિલ આખિર, 880 હિજરી, 21 ઓક્ટોબર 1475 AD માં 63 વર્ષની ઉંમરમાં શાહેઆલમ (ર.અ) નું અવસાન થયું હતું. આજે તેમનો 566મો ઉર્સ મનાવવામાં આવી રહ્યો છે. શહેનશાહે ગુજરાત હઝરત મહંમદ સિરાજુદ્દીન શાહેઆલમ બુખારીનો જન્મ 18 જાન્યુઆરી 1415 થયો હતો. આ ઉર્સ નિમિત્તે અમે પ્રાર્થના કરી છે કે દુનિયામાં શાંતિ અને ભાઈચારો રહે અને લોકોને મુશ્કેલીઓ આસાન થાય.'
આ ઉર્સમાં 15 દિવસનો મેળો ભરાય છે. જેમાં જુદી જુદી વસ્તુઓની દુકાન અને ખાણીપીણીની દુકાનો લગાવવામાં આવે છે. ઘણા લોકોને આનાથી રોજીરોટી મળે છે.
![દિલ્હીનું મશહૂર હલવા પરાઠા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/22-12-2024/gj-ahd-03-shahealamurs-specialstory-7205053_22122024173716_2212f_1734869236_238.jpg)
દિલ્હીનું મશહૂર હલવા પરાઠાની દુકાન: સયાલમ દરગાહમાં દુકાન લગાવનાર એક દુકાનદારે આ પ્રસંગે જણાવ્યું હતું કે,'અમે દિલ્હીથી સ્પેશિયલ અહીં આવ્યા છીએ અને અમે હલવો પરાઠાની દુકાન લગાવી છે. જે દિલ્હીનું મશહૂર હલવા પરાઠા કહેવાય છે અને લોકો ખૂબ જ ચાવથી ખાય છે અને ખરીદે કરે છે.'
બીજી તરફ અહીં આવેલા એક સ્થાનિકે જણાવ્યું હતું કે,'અમે દર વર્ષે ઉર્સમાં આવીએ છીએ. સાલમ દરગાહની રોનક જોવા માટે અમે આવીએ છીએ. તે જોઈને દિલને સુકુન થાય છે અને બહુ સારું લાગે છે. ખાસ કરીને અહીંયા ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોનું તમામ પ્રકારે ધ્યાન રાખવામાં આવ્યું છે. અમે આવીને અહીંયા પ્રાર્થના કરીએ છીએ. અને શાંતિ ભાઈ ચારા અમન માટે અમે દુઆ કરી છે. ખૂબ જ અદભુત રીતે સજાવવામાં આવ્યું છે.'
આ પણ વાંચો: